________________
લાધેલ ગુરુતત્ત્વનો કે ગુરુપદનો મહિમા જ છતો થાય છે.
પાટે બેસતાં અને વ્યાખ્યાનકળા કરતાં તો આપણે ત્યાં ઘણાને કે લગભગ બધાને આવડે છે, ફાવે પણ છે. પણ “પાટે બેઠા એટલે પાટે બેસવાને લાયક થઈ ગયા એવી ભ્રમણા, પછી, બહુ જ પોષાયા કરે છે. ગુરુની કઠોરતાને લાયક બને તે તેમની કૃપાને લાયક બને, અને કૃપાને લાયક બને તે આપોઆપ પાટે બેસવા લાયક બને. આટલી સમજણ વિકસે, તો “ગુરુ-પદની પ્રાપ્તિ થઈ તે સફળ !
શિષ્યનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરે, પોતાનું હિત સિદ્ધ કરવા ખાતર શિષ્યની ક્ષમતાને, શિષ્યના વિત્તને લૂંટી લે, તેવા પણ ગુરુ હોય છે. તો પોતાના ભોગે પણ શિષ્યને સ્વસ્થ કરે, સંતાપો શમાવી શાંત બનાવે, એવા ગુરુઓ પણ ભગવાન વીતરાગના શાસનમાં અવશ્ય જડે છે.
એની સામે, પોતાની, ઇચ્છા – અનિચ્છાઓનું સર્વથા વિસર્જન કરીને ગુરુની ઇચ્છા - આજ્ઞા - અભિપ્રાયને જ સર્વોપરી - સર્વસ્વ માનનારા શિષ્યો દુર્લભ હોય છે. ઝાઝે ભાગે તો ગુરુના ઓઠા હેઠળ પોતાનો સ્વાર્થ સાધી લેનારા, ગુરુને શાંતિને બદલે સંતાપ આપનારા શિષ્યો – જ જોવા મળ્યા કરે છે.
ગુરુ થવાની વાત તો ન વિચારીએ, પણ ગુરુના આશ્રયને લાયક બની શકીએ તોય ઓછું નથી.
(ફાગણ-૨૦૬૪)
ધર્મચિન્તના