________________
ન દેવી. અને તેમ ન કરી શકાય તો થયેલી - થયે જતી ઇચ્છાને તાબે કદી ન થવું. મન છે એટલે ઇચ્છાઓ તો જાતજાતની થવાની, સતત થયે જ જવાની. પણ આપણે એ ઇચ્છાઓને આધીન થઈને તેને પૂરી કરવા માટે જો મથીશું, તો જ એ ઉપર નોંધ્યું તેમ અનેકવિધ મુસીબતો સરજી શકે. પણ જો આપણે તેને તાબે જન થઈએ, મનમાં ઊગનારી ઇચ્છાઓને પૂરી કરવાને બદલે આમ જ પડી રહેવા દઈને તેની અવગણના કરીએ તો એક પણ મુસીબત આવશે નહિ, અને મન ચંચળતાનો ભોગ નહિ બનતાં તેને મૂંઝવણ થવાનું પણ કારણ નહિ રહે. સવાલ એટલો જ કે ઊગતી ઇચ્છાઓને નાથવાની આપણામાં ક્ષમતા છે ખરી? જો એટલી ક્ષમતા ન હોય, તો શું કરવું?
આનો જવાબ મેળવવા માટે આપણે પહેલા પ્રશ્નનો જવાબ મેળવવો પડે. પહેલો પ્રશ્ન હતોઃ “ગુરુનું કર્તવ્ય શું? અથવા ગુરુ એટલે શું? મને ફુરેલો જવાબ કાંઈક આવો છે :
જેણે પોતાની ઇચ્છાઓને અને તજ્જન્ય ચંચળતાઓને શમાવી છે તેનું નામ છે. “ગુરુ”. ગુરુ તે જ થઈ શકે જે નિરીહ હોય, નિઃસ્વાર્થ પણ અને નિરપેક્ષ પણ હોય, અને વળી મનથી પૂરતી માત્રામાં શાંત, સ્વસ્થ અને સ્થિર હોય.
અને આવા ગુરુનું કાર્ય એક જ હોય: શિષ્ય કે આશ્રિતના, બે-લગામ બનતા ચિત્તને અંકુશમાં રાખવું. પામર કે સામાન્ય જીવ ઇચ્છા-અનિચ્છાના ચક્કરમાં બૂરી રીતે ફસાયો કે ફસાતો જ હોય, તેને વિવિધ ઉપાયો અને પ્રયુક્તિઓ અજમાવીને તે ચક્કરમાંથી બહાર કાઢવો અને તેના અસ્થિર કે હાલમડોલમ બનેલા મનને શાંત સ્થિર અને સ્વસ્થ બનાવવા મથવું - એ છે ગુરુનું કાર્ય, કે કર્તવ્ય.
સદ્ગની આ ક્ષમતાનો અનુભવ, સદ્ગુરુના ચરણોમાં પોતાના સર્વસ્વનું સમર્પણ કરનાર વ્યક્તિને જ થતો હોય છે, અથવા તેવી વ્યક્તિને તેવો અનુભવ થયા વિના રહેતો નથી જ. આપણે પણ આવા અનુભવને પાત્ર બનીએ.
(ચત્ર-૨૦૬૪)
ધર્મચિન્તન