________________
આપણા જ માણસોથી વિખૂટા પાડી દે છે. આપણા દ્વારા કોઈનું ખરાબ કરવાની ભૂમિકા પણ એ પૂરી પાડે છે. ક્રોધ, અસત્ય, પ્રપંચ અને દ્વેષ જેવાં મલિન તત્ત્વોનું ઉદ્દભવસ્થાન પણ આ અભિમાન જ હોય છે. સંબંધોમાં કડવાશ અને પછી વિચ્છેદ એ આનું ભયાનક પરિણામ છે.
અદેખાઈ એ ત્રીજી મલિનતા છે - ચિત્તની, બીજાની ઉન્નતિ કે પ્રગતિ જોવાની અશક્તિ એટલે અદેખાઈ. આવી વ્યક્તિ કોઈનું સારું ન જોઈ શકે, ન ખમી શકે. એને અન્યની સારપમાં પણ બૂરાઈ જ શોધવી ગમશે. કોઈનું સારું થાય કે બોલાય તો તેના પેટમાં તેલ જ રેડાવાનું. સરવાળે આવો માણસ બધી રીતે સુખી હોય તોય તે અત્યંત દુઃખી જ હોવાનો : બીજાના સુખથી દુઃખી !
આપણે, મારે ને તમારે સૌએ, તપાસ કરવાની છે કે આપણા ચિત્તમાં આ ત્રણ મલિનતાઓ છે કે કેમ? છે તો તેની માત્રા કેટલી છે? પોતાને બરબાદ કરે અને બીજાને કષ્ટ આપે એ હદે તો એ મલિનતાઓ વકરી કે વકરતી નથી ને?
આપણી તમામ ધર્મકરણી આ મલિનતાઓને નાબૂદ કરવાનું સરસ સાધન બની રહે તે રીતે કરવાનો હવે નિર્ધાર કરીશું?
(શ્રાવણ-૨૦૬૩)
ધર્મચિત્તન