________________
જે ગમે તે બધાને ગમવું જોઈએ, મને ન ગમે તે કોઈને ન ગમવું જોઈએ : ભ્રમણા-૬. હું માનું કે મને જ ખરું સમજાય છે, બીજા કોઈનેય નહિ : ભ્રમણા૭. હું માનું કે હું કહું, માનું અને કરું, તે સત્ય જ હોય છે, તેમાં ભૂલ કે ખોટું હોય જ નહિ : ભ્રમણા-૮.
આ છે આપણા-મારા જીવનની અદ્ભુત ભ્રમણાઓ. આ બધી માન્યતાઓ ભ્રમણા છે. એ સમજવા જ અત્યાર સુધી હું તૈયાર નહોતો. પણ જેમ જેમ અનુભવ વધતો જાય છે, સમય વીતતો જાય છે, તેમ તેમ ભ્રમ અને તથ્ય વચ્ચેનો તફાવત પકડાતો જાય છે, તથ્ય પકડાતાં જાય છે, અને ભ્રમ ભાંગતા જાય છે.
અપરિપક્વ વ્યક્તિ માટે ભ્રમણાઓનું ભાંગવું એ કદીક ભયાનક બિમારીનું અને અસ્વસ્થતાનું નિદાન બની શકે. સમતોલ રહેવાની ક્ષમતા જ આવી ક્ષણોમાં જીવનને જાળવી શકે, અને સમતોલ રહેવાની કળા. માત્ર શાસ્ત્રાધ્યયન, અનુપ્રેક્ષા, સત્સંગ અને સહજ ધૈર્ય દ્વારા જ સિદ્ધ થઈ શકે તેવી કળા છે. આ બધું હોય તો, ભ્રમ ભાંગે તોય તમે ભાંગી નથી પડતા. વાસ્તવનું દર્શન પણ તમને તૂટવા નથી દેતું કે અટૂલા-એકલા નથી બનવા દેતું. બલ્ક ભીતરથી સભર બનાવી દે છે : એવા સભર, કે પછી તમે કોઈપણ સ્થિતિ કે સંજોગ સામે હસતાં હસતાં ઝઝૂમવા કટિબદ્ધ બની રહો. આ ક્ષમતા આપણને સાંપડો!
(માગશર-૨૦૬૩)
ચિત્તન
૪
{*