________________
૪
૧૩
અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકો વિશે આપણે વાત માંડી છે. લગભગ સૌ મા-બાપોનો આગ્રહ હોય છે કે અમારાં બાળકને ઇંગ્લિશ મિડિયમમાં જ મૂકવું છે, અને તે પણ પહેલેથી જ એટલે કે બાળમંદિરથી જ બાળકની એ ઈંગ્લિશ-યાત્રા પ્લે ગ્રુપથી શરૂ થાય, અને નર્સરી, એલ. તથા યુ.કે.જી., આ બધાંમાંથી પસાર થઈને ફર્સ્ટ ટુ ટેન્થ સ્ટાન્ડર્ડ સુધી અને તેનાથી પણ આગળ સુધી ચાલે. એ.બી.સી.ડી., વન ટુ થ્રી તેમજ ટ્વીન્કલ ટ્વીન્કલ લીટલ સ્ટારથી ચાલુ થનારી આ સફર, બાળકને જડ શિસ્તના કોચલામાં પૂરતી, પર્સન્ટેજ અને રેન્કના ટેન્શનથી છલકાવતી, અને દિવસો વીતે તેમ બાપડાને સૂકા કાંટા જેવું સૂકલકડી અને કમજો૨ બનાવતી તેના સહજ સ્મિતને તથા જીવનના ઉલ્લાસને છીનવી લેતી હોય છે. પછી એવું બને છે કે બાળક કદીક સહજપણે જ ખિલખિલાટ હસી પડે તો તેના વાલી વડીલોને માઠું લાગી જાય છે અને તે લોકો તે બાળકની એ Out of Discipline જેવી હરકતને ધમકાવી કાઢે છે. ટૂંકમાં, અંગ્રેજી ભણતું બાળક જીવનનો સ્વાભાવિક ઉલ્લાસ અનુભવવા - માણવાનું ભૂલી જાય તે તેની બૌદ્ધિક પ્રગતિની નિશાની ગણાય છે, જે તેને ઈંગ્લિશ-મિડિયમના સારા પ્રતાપે જ સાંપડી શકે છે.
,
-
અમારી પાસે આવતાં કેટલાંય બાળકોનો પરિચય અમને આ રીતે થાય : એનાં મમ્મી એને કહે, ‘વંદન કર’. એટલે પૂછે ઃ વંદન એટલે શું મમ્મી ?, મમ્મી કહે કે ‘બેટા, મહારાજ સાહેબને જે જે કર.' એટલે એ પૂછે : ‘મમ્મી, એમને મહારાજ સાહેબ કેમ કહેવાય ?’ ક્યારેક અમે નાનાં બાળકોને ચોકલેટ આપીએ, તો કોઈક બાળક પડાપડી કરતું બોલે : ‘અંકલ, મને આપો ને !' અમે પૂછીએ કે ‘આને પાઠશાળા મોકલો છો ?' તો પેલું રમકડું ટહૂકશે : ‘મમ્મી, પાઠશાળા એટલે શું ?’
અને આ બધું આપણે સ્તબ્ધ ભાવે જોતાં રહેવાનું, સાભળ્યાં કરવાનું ! હજી તો મમ્મીઓ આવે વખતે ભોંઠપ અનુભવે છે ખરી. નહિતર કહે કે મહારાજ, અમારા પિન્ટુનો I.Q. બહુ ઊંચો છે ? જોયું ને, કેવું પૂછે છે ? અલબત્ત, આવા દિવસો, ભાગ્યમાં હશે, તો થોડાં જ વર્ષમાં જોવા મળશે ખરા !
આ અંગ્રેજી – બાળકોને કવિ કન્હાનાલાલ, કવિ દલપતરામ, કવિ સુન્દરમ્ તથા ઉમાશંકર આ બધા આપણા જગપ્રસિદ્ધ કવિઓનાં નામો આવડે ખરાં ? આ
ચિન્તન