________________
૧૨
અમે સાધુ છીએ, એટલે અમારે લોકોને ધર્મ કરવાનો ઉપદેશ આપવાનો હોય છે. સાથે સાથે ધર્મના અને ન્યાય - નીતિ - સદાચારના સંસ્કાર લોકોમાં જળવાઈ રહે તે માટે ક્યારેક ક્યારેક નિયમો કે પ્રતિજ્ઞા (બાધા) પણ આપતા હોઈએ છીએ. અમુક અભક્ષ્ય પદાર્થો ખાવા-પીવા નહિ, ભગવાનનાં દર્શન – પૂજા કરવાં, માબાપને પ્રણામ કરવાં વગેરે નિયમો મુખ્યત્વે, આપવાના થાય છે. ઘણીવાર દારૂજુગારઅનાચાર ન સેવવા અંગે પણ નિયમો આપવા પડે, તો ક્યારેક હિંસા, જૂઠ, ચોરી પરિગ્રહ વગેરે છોડવાનાં વ્રત પણ આપીએ છીએ. ધાર્મિક સૂત્રો ભણવાની વાત પણ કરવી પડે.
આ નિયમાવલીમાં અમે એક નવો નિયમ ઉમેર્યો છે. ગુજરાતી ભાષા લખતાં, વાંચતાં, બોલતાં શીખવાનો નિયમ. બીજો કોઈ પણ નિયમ લેવા પાળવા માટે સહેલાઈથી કે થોડીક હા - નાકાની પછી પણ તૈયાર થતા લોકો પણ, આ નિયમ લેવા - પાળવા માટે બિલકુલ તૈયાર નથી હોતા, એનું ભારે આશ્ચર્ય છે.
ગુજરાતી ભણે તો બાળકની બૌદ્ધિક કક્ષા નબળી ગણાય. સોસાયટીમાં – સમાજમાં તે બાળક “ડલ'-નબળો ગણાય. તેવા બાળકના મા-બાપની ગણતરી “ગરીબ” કે પછી “અક્કલ વિનાના” એવી થાય. તે બીજા કરતાં ઊતરતા દરજ્જાના મનાય. એવા બાળકમાં શિસ્ત અને સભ્યતા ન આવે. અને ભવિષ્યમાં તેને સારી જગ્યાએ એમિશન ન મળે. નોકરીની તક ન મળે. લગ્નાદિ વ્યવહારમાં પણ વાંધો આવે.” - આ અને આવા પ્રકારની માન્યતાઓ કહો કે ધારણાઓ, સમાજમાં વ્યાપક રીતે સ્વીકાર પામી ગઈ છે. પરિણામે ઈંગ્લિશ જ શ્રેષ્ઠ, ગુજરાતી બેકાર | નકામી, આવી સમજણે ઊંડાં મૂળ ઘાલી દીધાં છે.
એ કારણે આખોયે જૈન સમાજ, પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં એ તેમાંયે કોન્વેન્ટ અથવા મિશનરી શાળાઓમાં જ, ભણાવતો થયો છે. આર્થિક રીતે નબળા લોકો પણ દેવું કરીને કે સહાયતા મેળવીને પણ, પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો જ આગ્રહ સેવતા જોવા મળે છે. ગુજરાતી માધ્યમની શાળાઓ કાં તો બંધ થઈ છે, કાં અંગ્રેજી માધ્યમમાં ફેરવાઈ ગઈ છે.
ગુજરાતી પરિવારોની સ્થિતિ શી છે? તેમને શાળા તરફથી તાકીદ કરવામાં આવે છે કે “તમારાં બાળકો સાથે ઘરમાં બધી વાતો ઇંગ્લિશમાં જ કરો, ગુજરાતીમાં નહિ. તો જ તેમનું ઇંગ્લિશ પાકું થશે, અને તો જ પરીક્ષામાં સફળ થશે નહિ તો પાછાં પડી જશે.” આના લીધે મોટા ભાગના ગુજરાતી પરિવારોનો રોજિંદો વ્યવહાર અને સામાન્ય વાતચીત પણ હવે અંગ્રેજી ભાષામાં જ થવા માંડી છે.
ચિત્તન
*
1
/
5