________________
૧૧
કુદરતે મનુષ્યને એક ખાસ સગવડ આપી છે : વધતાં રહેવાની સગવડ. મનુષ્ય ઈચ્છે કે ના ઈચ્છે, તેની ઉંમર વધતી જ રહે છે. ઉંમર વધે છે, તેની સાથે ને સાથે તેનું શરીર પણ વધતું જ જાય છે – વૃદ્ધ થતું જ જાય છે. વળી, ઉંમર અને શરીરની વૃદ્ધિ થાય તે સાથે મનુષ્યના અનુભવો પણ વધતા જતા હોય છે. બિલકુલ પ્રયત્ન કે મથામણ કર્યા વગર થતી આ ત્રણ પ્રકારની વૃદ્ધિ, એ માણસને કુદરત તરફથી લાધેલી ભેટ છે.
આ ત્રણ સિવાયની તમામ પ્રકારની વૃદ્ધિ માટે માણસે ઉદ્યમ અને માથાફોડી અનિવાર્યપણે કરવાની રહે છે. પરિવારની વૃદ્ધિ, ધનની વૃદ્ધિ, આબરૂ - પ્રતિષ્ઠાની વૃદ્ધિ, પદ અને સત્તાની વૃદ્ધિ - આવી, ભૌતિક કહી શકાય તેવી કોઈપણ વૃદ્ધિ, મનુષ્યને પ્રયત્ન કે પુરુષાર્થ કર્યા વિના નથી લાધતી.
તો આ જ રીતે, આત્મિક કે આધ્યાત્મિક કક્ષાની ગણી શકાય તેવી વૃદ્ધિ પણ આપણને પ્રયત્ન / પુરુષાર્થ વિના નથી જ મળતી. મનુષ્યમાં સામાન્યપણે હોવા જોઈતા માનવીય અથવા નૈતિક ગુણોની વૃદ્ધિ, ધર્મભાવના અને ધર્મકરણીની વૃદ્ધિ, વિવેકશીલતાની, સમજણની તથા આંતરિક જાગૃતિની વૃદ્ધિ - આ અને આવી તમામ પ્રકારની વૃદ્ધિ મેળવવા માટે માણસે સભાન અને સબળ પરિશ્રમ કરવો જ પડતો હોય છે.
જ્યાં સુધી આપણા મનનો સવાલ છે ત્યાં સુધી, આપણા મનને ભૌતિક વૃદ્ધિ અને તેને પામવાનો પ્રયાસ - આ બે જેટલાં ફાવે છે, ગમે છે, તેટલાં આંતરિક વૃદ્ધિ - જાગૃતિની કે ગુણોની વૃદ્ધિ તથા તેને પ્રાપ્ત કરવાનો ઉદ્યમ એ બે નથી જચતાં, નથી રુચતાં. આપણા મનની સમગ્ર વૃત્તિ, ભૌતિક વૃદ્ધિની દિશાની જ હોવાનું અનુભવાતું રહે છે. આપણી દોટ ભૌતિક પ્રાપ્તિ ને લક્ષ્યમાં | કેન્દ્રમાં રાખીને જ થતી રહે છે.
ઉંમર, શરીર અને અનુભવ એ ત્રણે વધે છતાં જો આંતરિક જાગૃતિની વૃદ્ધિ ન થાય, અથવા તેની વૃદ્ધિ માટેની જિજ્ઞાસા પણ ન જાગે, તો પછી એમ કહી શકાય કે ઉંમર વધવા છતાં લાયકાત વધી નથી. આવા માણસને પણ ઉંમર – લાયક
કહેવા પડે તો તે ભાષાકીય રિવાજ સિવાય કશું જ ન હોય. ઉંમરના વધવા સાથે ૧મનુષ્યની લાયકાત વધે તે અનિવાર્ય ગણાય. લાયકાત વધી છે તેવું ત્યારે જ મનાય,
ચિત્તન