________________
વિહારમાં આવતાં નાનાં મોટાં ક્ષેત્રો-ગામોના શ્રાવક વર્ગમાં સાધુ-સાધ્વી ભગવંતો પ્રત્યે ખૂબ બહુમાનભર્યું વલણ અનુભવવા મળે છે એટલે ક્યાંય કશી તકલીફ પડી કે પડતી નથી.
મહારાષ્ટ્રની પ્રજા સમૃદ્ધ, એકંદરે શિક્ષિત, મહેનતુ. ખેતીપ્રધાન પ્રદેશ. ખૂબ હરિયાળો. ખૂબ પાણી, ગંદકી પણ પ્રમાણમાં સારી. પાણીનો બગાડ ઘણો. પ્રજા મહદંશે માંસાહારી. આપણે તો ન જોયેલું જોવાનું આવે, ને તે વખતે ઘણો ઉદ્વેગ થાય! જૈનોની વાત કરીએ તો પૂનાથી અહીં કે મહારાષ્ટ્રમાં ઠેરઠેર ૧૫૦૨૦૦ વર્ષોથી સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર વગેરે જિલ્લાઓનાં જૈન કુટુંબો આવી વસ્યાં છે. હવેની પ્રજાને મૂળ દેશ-ગામના નામની ખબર હોવા સિવાય કશો જ સંબંધ કે સમજ નથી. તે લોકો પોતાની ભાષા સદંતર ભૂલ્યા છે અને ઘરનો વ્યવહાર પણ મરાઠી ભાષામાં હોય છે. હિંદી પણ ઓછું - આ રાજયમાં મરાઠીનો જ દુરાગ્રહ. હા, મારવાડનો વર્ગ દાયકાઓથી વસ્યો છે આ પ્રદેશમાં, તેમણે હજી પોતાની મારવાડી બોલી તથા રહન સહન મહદંશે જાળવી છે. જોકે, નવી પેઢીમાં, મરાઠી જ શિક્ષણભાષા હોવાને કારણે તે બહુ ઝડપથી બદલાઈ જશે. એવી ધારણા છે કે કર્ણાટકના જૈનોની આ સ્થિતિ નથી થઈ.
આ પ્રદેશોમાં, ગુજરાત-મુંબઈની તુલનામાં સાધુઓની આવ-જા ઓછી હોવાથી કોઈ પધારે તો લાભ લેવાની વૃત્તિ સવિશેષ રહેતી હોય તેમ જણાઈ આવે. પરંતુ આપણે ત્યાંના કેટલાક કટ્ટર વૃત્તિ-પ્રવૃત્તિના લોકો-સાધુ-સાધ્વીઓઆવા નિર્દોષ અને ભાવ ધરાવતા સમાજમાં ક્ષેત્રોમાં પણ પોતાનું ઝેર ફેલાવવાનું છોડતા નથી. આ પ્રદેશમાં દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ટકાવવાની અને ધર્મ પમાડવાની વાતો જ ઉપયોગી અને આવશ્યક ગણાવી જોઈએ, તેને બદલે આ વર્ગના સાધુઓ, “બીજા અસાધુ, તેમને ન મનાય, ન વંદાય, ન વહોરાવાય, તેમનું પ્રવચન ન સંભળાય, કાંઈ કરવું પડે તો પણ તે વ્યવહારથી અને અનુકંપાબુદ્ધિથી, પણ ધર્મબુદ્ધિથી નહિ; અમે જ સાધુ, ને અમે જ સાચા-સુપાત્ર; અમારું કહેલું માનો તો જ તમે ધર્મી, નહિ તો ઉન્માર્ગ;' આવી ઝેરીલી વાતો ઠેરઠેર પ્રસરાવે છે; અને અનેક ક્ષેત્રોમાં - સંઘોમાં ભાગલા જ પડાવે છે. આ પ્રાંતમાં દિગંબરોનું ભારી જોર છે. ગામડે ગામડે ૨૦૦-૫૦૦ ઘર તેમનાં હોય જ. તે લોકોની કનડગત “કુંભોજ' વગેરે તીર્થક્ષેત્રોમાં ખૂબ હોય છે. તેની સામે શ્વેતાંબર સમાજ-સંઘો એક હોવા જોઈએ તેટલો પણ વિચાર આ શાસ્ત્રવાદી