________________
બચાવ અને પ્રતિવાદ પણ કરીએ જ. પરંતુ તેમની વાત અને વેદનામાં તથ્ય તો ભારોભાર હતું જ, તેનો ઈન્કાર કેમ થશે?
આપણાં છોકરાં-છોકરીઓ સ્કૂલ, કોલેજો અને વિવિધ ફેકલ્ટીઝમાં ભણે છે. તમે ભણાવો છો, લાખો ખર્ચીને તેને ડિગ્રી તથા નંબર અપાવો છો. પણ જૈન પરંપરામાં જન્મ હોવા છતાં તેના સિદ્ધાંતો, શાસ્ત્રો વગેરેનું અદ્યતન પદ્ધતિના શ્રેષ્ઠ અધ્યયન – સંશોધન માટે રસ લીધો કે લેવાતો હોય, તેવું તો ક્યાંય જોવા મળતું નથી. જો આ વિષયમાં રસ લેવાતો થાય, તો ડિગ્રીની, નોકરીની અને ઉજ્જવલ કારકિર્દીની અઢળક તકો છે, તેની ખાતરી આપી શકે. બાકી તો અનેક જૈન કેન્દ્રો તથા સંસ્થાઓ છે, જેમાં થોડાં જ વર્ષોમાં જૈનેતર સ્કોલરો કે દિગંબર જૈન સ્કોલરો સત્તા, અધિકાર ભોગવતાં જોવા મળશે, અને તે કેન્દ્રો શ્વેતાંબરોના - આપણા હશે. પરિણામ કેવું આવશે તે કલ્પી શકાય તેમ છે. ધર્મની આરાધનાનો કે શાસનની સેવાનો આ પણ એક પ્રકાર છે, માત્ર વરઘોડા, જમણવાર, મંદિરનિર્માણ જ નહિ, એ સમજવામાં આપણને કેટલી વાર હજી લાગશે? – જવાબ નથી.
(મહા-૨૦૧૮)
વિહાયાત્રા