________________
પહેલેથી જ ઇંગ્લિશના રવાડે ચડેલ બાળકને ગુજરાતી વાંચતા જ નહિ આવડે એટલે એ પાઠશાળાનાં ધાર્મિક સૂત્રો વાંચી નહિ શકે. મૂળાક્ષરો - જોડાક્ષરોનો પરિચય ન હોવાને કારણે તેને બોલવામાં પણ તકલીફ પડવાની. અથવા કોઈ ખોટું ગોખાવી દેશે, તો તેને અક્ષરજ્ઞાન ન હોવાથી તેમાંની ભૂલ દૂર કરવાની સમજ તેને નહિ પડે. સૂત્રો તો પ્રાકૃત અને સંસ્કૃતમાં હોય, તે શીખવાનું તેની જીભ માટે બહુ આકરૂં થાય જ. પરિણામે ધાર્મિક સૂત્રો તથા તે આધારિત ક્રિયાકાંડ – બને આપોઆપ ઘસાતાં – ભૂંસાતાં જવાનાં.
આવાં બાળકોને, મોટા થયા પછી પણ, ગુજરાતી સમજાતું ન હોવાથી, તેઓ ધાર્મિક વ્યાખ્યાનો વગેરેથી વંચિત થઈ રહેવાનાં. લાંબે ગાળે પણ આ સ્થિતિ પેદા થવાની, અને પરિણામે પજુસણ સહિત તમામ પ્રવૃત્તિઓમાં લોકોની ભાગીદારી ઘટતી જવાની. ફલતઃ સૂત્રો અને શાસ્ત્રો ગૌણ થવાનાં, સાધુ - સાધ્વીઓ અપ્રસ્તુત જેવા થવાનાં, દીક્ષા પણ ઘટવાની અને ધાર્મિક કામોમાં ધનનો વ્યય કરવાની પ્રથા પણ ઘટી જવાની. અને તેને લીધે દેરાસરો, તીર્થો વગેરેના સંચાલનમાં પણ તકલીફો પડવાની જ.
ભાષા થકી સંસ્કારો આવતા હોય છે. અંગ્રેજી શીખતા | શીખેલા લોકોમાં ગુજરાતી ભાષા થકી જ પ્રાપ્ત થાય તેવા સંસ્કારો ભાગ્યે જ આવશે. પરિણામે ઘણી શ્રેષ્ઠ પ્રથાઓ, પરંપરાઓ, રિવાજો, પ્રણાલિકાઓ નામશેષ થઈ જવાની. ધર્મમાં જ નહિ, જીવનના દરેક વ્યવહારમાં અંગ્રેજીયત દ્વારા સમજાતા શિષ્ટાચારો જ બચશે, પરંપરાગત વાતો નાશ પામશે.
ભાષા જીવે છે તેના બોલનારાઓના કારણે. ગુજરાતી પરિવારોમાં અંગ્રેજીનો મહિમા વધતાં ગુજરાતી બોલનારા આવતાં વર્ષોમાં સતત ઓછા થતાં જવાના. એક દહાડો એવો આવશે કે ગુજરાતી બોલતાં – વાંચતાં આવડે તેને સુવર્ણચન્દ્રક કે એવોર્ડ આપવો પડશે. તે રીતે આ ભાષા કાળના પ્રવાહમાં લુપ્ત થઈ જશે.
આ બધાંની જવાબદારી કોની? આપણી, આપણા સૌની, ખાસ કરીને પોતાનાં બાળકોને પહેલેથી અંગ્રેજી માધ્યમના હવાલે છોડી દેનારા લોકોની. “હું એકલો કે અમે એકલા શું કરીએ?' એવો બચાવ કરવાની જરૂર નથી. દરેક વ્યક્તિ પોતાની ભાષા, પોતાનો ધર્મ, પોતાના સંસ્કાર વારસાને નષ્ટ થતા અટકાવવા માટે કાંઈક ને કાંઈક અવશ્ય કરી શકશે. “સમય નથી” કે “આ બધી વાતો નર્યો બકવાસ છે એવું વિચારીને છટકી જવાથી કોઈ ઉપર કહેલા મહાપાપમાંથી ઉગરી તો નહિ
ચિન્તન