________________
૮
આજથી પ્રારંભાતું નવું વર્ષ સૌને સુખમય - સુખદાયી હો ! દેવગુરુધર્મના પુનિત આશીર્વાદ સર્વત્ર વરસતાં રહો ! સૌનું મંગલ હો !
પ્રત્યેક વ્યક્તિને પોતાની નબળાઈ હોય છે. તેને સ્પર્શ કરો કે તે તમારી ગુલામ !
બીજાની જરા જેટલી પણ નબળી વાત ચલાવી નહિ શકનારા લોકો, પોતાની જબરદસ્ત નબળાઈઓને પણ સાવ સરળતાથી માફ કરી શકે છે !
પોતાની નબળાઈને સ્વાભાવિક ગણાવી, અને અન્યની નબળાઈનો ભારપૂર્વક અસ્વીકાર કે તિરસ્કાર કરવો, એ મનુષ્યની બહુ મોટી નબળાઈ જ છે. - બીજાની જ ખામી કે વાંક દેખાયા કરે તે માણસ હંમેશા નબળો હોવાનો. ઓછામાં ઓછું તેની જાત સમક્ષ તો તે નબળો જ પુરવાર થશે. સબળ બનવું હોય તેણે તો બધી જ બાબતમાં સૌ પ્રથમ પોતાની ખામી અને વાંક શોધવાની ટેવ પાડવી પડે. પોતાની ખામી જોઈ શકે તે જ તેને દૂર કરવા મથી શકે, અને તેમ કરી શકે તે જ સબળ કે પ્રબળ બની શકે.
- બીજાઓની નબળી વાતો તથા ભૂલોની જાણકારીને જ પોતાની તાકાત સમજવાવાળા મનુષ્યો ભલે ચારેકોર ઉભરાતા હોય, પરંતુ તેમનાથી દુનિયાનું લેશ પણ ભલું થતું નથીઃ બલ્કે તેમનું ખુદનું પણ તેઓ ભલું કરી નથી શકતા, આ નીતરી વાસ્તવિક્તા છે.
વાતે વાતે બીજાનો જ વાંક જોનારો માણસ શાંત, સ્વસ્થ કે પ્રસન્ન નથી બની શકતો. તેના ફાળે તો માત્ર ક્લેશ અને સંક્લેશ જ આવવાના. મજાની વાત ત્યારે થાય કે એ ક્લેશ - સંક્લેશને પણ એ કરુણા અથવા સામાના હિતની ચિંતા
–
માનીને જીવે ! આવા જીવો જીવનમાં કદાપિ સુખ-શાંતિ પામતા નથી.
નવા વર્ષે જીવનને કેન્દ્રમાં રાખીને આ થોડુંક ચિંતન......
(કાર્તક-૨૦૬૪)