________________
પ્રેરે છે, મજબૂર કરે છે. ફલતઃ આપણી “સભ્યતા' આપણામાં અકબંધ બચી જાય છે.
આપણે હવે સામાજિક સભ્યતાના નહિ, વૈયક્તિક સભ્યતાના યુગમાં જીવી રહ્યા છીએ. ક્યારેક એમ કહેવાતું કે આખો સમાજ કયારેય ખરાબ નથી હોતો, વ્યક્તિઓ ખરાબ હોય છે. આજે એથી ઊલટું કહી શકાય કે આખો સમાજ કદી સારો ન હોય, વ્યક્તિઓ જ સારી હોય. કદાચ આ વિધાન વધુ પડતું લાગે, તો પણ આપણે બહુ જ ઝડપથી આવી સ્થિતિ તરફ ધકેલાઈ રહ્યા છીએ, એવી શંકા રોજ વધુ ને વધુ પ્રબળ બનતી જાય છે.
આપણી સભ્યતાનો પાયો તપ છે. ત્યાગ છે. વિશ્વ-સભ્યતાઓનો ઈતિહાસ આલેખનાર લેખક વિલ ડ્યુરો (ઇંગ્લેંડ) એ નોંધેલું કે “જે સભ્યતાના પાયામાં તપ:શ્રી ધરબાઈ હશે, એ સભ્યતા જ ૨૧મી સદીમાં જીવશે – જીતશે.” આપણી સભ્યતા' – સંસ્કૃતિને ભોગવાદ ગળી જાય તે પહેલાં જ આપણી તપશ્રીને આપણે સહુએ મળીને પુનઃ જીવંત અને જળહળતી બનાવીએ, એમાં જ આપણો ઉદ્ધાર છે, ઉત્થાન પણ છે.
(પોષ-૨૦૧૨)