________________
અને ભોંયભેગું થઈ ગયું. આ જોઈને શિષ્ય કહ્યું: મહારાજ ! આપનો શાપ તો વિલક્ષણ રીતે આને ફળ્યોઆનું કારણ શું? ગુરુએ મર્માળુ સ્મિત વેરતાં કહ્યું : બેટા ! જો એ ટૂંઠું જ રહ્યું હોત તો આવાં અનેક વાવાઝોડાં પણ એને હલાવી કે ઉખેડી ન શકત. પણ એ ફાલ્યું ફૂલ્યું ને વૃક્ષ થયું એટલે એક જ ઝંઝાવાત એ મૂળથી ઉખડી ગયું, પાડવા માટે પણ પહેલાં તો ચડાવવો જ પડે.
પાપી જીવોનું, પાપ અને દુષ્ટતા દ્વારા મેળવેલ સુખ, સત્તા, સંપત્તિ, મોભો વગેરેનું પણ આવું જ સમજવું. ખોટું કરનાર ધીમે ધીમે, ક્યારેક તો એકદમ વેગપૂર્વક, પાંગરે છે, વિકસે છે અને સમાજમાં તેની જ બોલબાલા થતી હોય છે. અને તેથી અણઘડ જીવોને થાય કે ધર્મીને જ ધાડ હોય, પાપીને તો પરમ આનંદ જ છે! પરંતુ ખરેખર તેમ નથી હોતું. કર્મસત્તાની ગત ન્યારી હોય છે. એ પહેલાં પાપીને ખીલવા દે છે, તેનાં પાપોને - દુરિતોને સોળે કળાએ ખીલવા દે છે. અને એ વકરી જાય, નીંભર અને નઠોર બની જાય, પછી તે કર્મસત્તા પોતાનો દંડ ઉગામે છે, અને તેને એવો તો ફટકારે છે કે, પછી કંઈ કેટલાયે જન્મો સુધી તે જીવને પાછા ઊભા થવાની કોઈ તક અને શક્યતા જ નથી રહેતી. અને તેવી પળે સાધારણ ગણાતા સન્ન આદમીને સમજાય છે કે, આપણે જેવા છીએ તેવા જ ઠીક છીએ. કાંઈ નહિ તો, આવી પ્રગતિ (!) પામીને પાપાચારના અને દંભ-પ્રપંચના અનર્થોથી તો બચ્યા !
થોડાંક સૂત્રો હૈયે લખી રાખવા જેવાં છેઃ
- ધર્મીને ઘેર ધાડ પડે નહિ, અને ધાડ પડે અથવા પડેલી ધાડને ધાડ માનીને પોક મૂકે તે ધર્મી નહિ.
- ધાડ પડે તો પણ તેને અશુભ કર્મનો ઉદય સમજે, અને ધીરજ તથા સમતા ન ગુમાવે અને આકળ-વિકળ ન થાય તે ખરો ધર્મી.
- પુણ્યના ઉદયમાં છકી ન જાય, સ્વ-સ્થ રહી જાણે તે ધર્મી.
- પુણ્યનો ઉદય ભલભલાને પાપમાર્ગ ભણી ઘસડી જાય છે. માટે પુણ્યના ઉદયના સમયમાં ધર્મી આત્માએ સતત સાવધ રહેવું ઘટે.
- આ કલિયુગ છે. આ યુગમાં દુર્જનોને લીલાલહેર હોય અને સર્જનોને પીડા જ હોય. દુર્જનોની લીલાલહેર જોઈને, પોતાની પીડાને ટાળવા માટે, દુષ્ટ આચરણ કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિથી જાતને બચાવે - બચાવી શકે તે સાચો પુણ્યશાળી અને સાચો ધર્મી.
અને છેલ્લે – જબ તક તેરે પુણ્યકા, આયા નહીં કરાર તબ તક સબ કુછ માફ હૈ, ગુન્હા કરો હજાર.”
(પ્ર.આસો., ૨૦૧૭)
: એ.
*
ચિત્તન.
*