________________
પ
વિહારયાત્રા દરમિયાન, એક હિન્દી ટ્રકસૂત્ર વાંચેલું તે હમણાં સાંભર્યું છેઃ ‘અપની ઔકાત કો મત ભૂલો.’ ભાષા અને શાબ્દિક રજૂઆત જુદી છે, પણ વાત એક જ છે કે, દરેક ક્ષેત્રની દરેક વ્યક્તિએ પોતાનું માપ, પોતાનું કદ, પોતાની મર્યાદા અને પોતાની પહોંચનો ખ્યાલ રાખવો જ જોઈએ. એનું ઉલ્લંઘન કદીક આપણને હાંસીપાત્ર સ્થિતિમાં કેલી શકે, તો કદીક આપણે અન્યની નજરમાંથી ઊતરી પણ જઈએ, એવું બને.
આપણને ‘માપ’માં ન રહેવા દેનારાં, જે થોડાંક તત્ત્વો છે, તેમાં મુખ્ય તત્ત્વ છે ‘અહંકાર’. ‘હું ધારું તે કરી શકું, હું કહું એ સાચું જ હોય, મેં પહેલેથી કહી દીધેલું કે આનું આમ જ થશે, આપણે કદી ખોટા ના પડીએ, અમુક વ્યક્તિ તો આપણું જ માને, પૂછ્યા સિવાય પગલુંય ન માંડે’ આ બધાં એવા અહંકાર-વિભૂષિત લોકોનાં ‘વચનામૃતો’ છે.
આવા લોકો મોટાભાગે તુચ્છ-તોછડા હોય છે. નાદાનિયત કે મૂર્ખતા એ એમની આગવી વિશેષતા હોય છે. કોઈ પુણ્યના યોગે મળેલી અમુક સંપન્નતા કે માન-આબરૂના જોરે આવા લોકો ગેસ-ભરેલા ફુગ્ગાની માફક ઊંચે ને ઊંચે ઉડતા ફરે છે, અને કદીક ફૂટી કે ફાટી જવાની લેશ પણ આશંકા, પેલા અહંકારને કારણે, એમને હોતી નથી. મૂર્ખતા પણ કેવી મુગ્ધ! પરંતુ, આના કારણે એ લોકો પોતાનું ‘માપ' વીસરી જાય છે, અને એને લીધે એમનાં અનેક સારાં પાસાં પણ ક્યારેક ઢંકાઈ જતાં છે. યાદ રહે, આપણી સચ્ચાઈને યાદ રાખનારા કરતાં આપણી અવળ ચંડાઈને યાદ રાખનારા વધારે હોય છે.
‘અમે હતા તો જ આ થયું, આ છે અમે ન હોત તો આ થવું શક્ય જ નહોતું' આ અહંકારી રાગનો આલાપ આપણે કાયમ છેડતાં રહ્યાં છીએ હવે આ રાગ આપણને અળખામણા અને ‘લપ’ સમાન બનાવી મૂકે, તે પહેલાં જ ચેતી જઈએ, અને આપણું માપ પરખીને તેમાં સમાઈ જઈએ, તેમાં જ આપણું શ્રેય ગણાય. આપણને ‘માપ’-ભ્રષ્ટ કરનારું બીજું તત્ત્વ છેઃ ઈર્ષ્યા - અદેખાઇ. જ્યાં અભિમાન હોય ત્યાં ઈર્ષ્યા હોય અને હોય જ. આવા તત્ત્વને લીધે આપણને સતત એક પ્રકારની અણછાજતી બળતરા રહેતી હોય છે. કોણે શું કર્યું, કોણ શું બોલ્યા, કોને શું મળ્યું, આ બધું અન્યનું જાણી લેવાની વૃત્તિ- કુતૂહલ - આમાં બહુ હોય છે. આપણને જેમાં લેવાદેવા ન હોય, નિસબત પણ ન હોય, આપણો વિષય કે ક્ષેત્ર પણ ન હોય, છતાં જેની તેની કે જે તે વાતમાં હસ્તક્ષેપ કર્યા કરવાની આ ઈર્ષ્યાજન્ય ટેવ, આપણને ‘માપ’ થકી ભ્રષ્ટ કરી દે છે. પરિણામે મોટેભાગે આપણે આપણું માન ગુમાવીએ છીએ અથવા તો ભોંઠા પડવાની સ્થિતિ સર્જાય છે. બીજાને
ચિન્તન