________________
ચોમાસામાં વિહાર ન કરવાની મર્યાદા પાળવાથી થતા લાભોનો સાવ સંક્ષેપમાં સરવાળો આ પ્રમાણે છે : છ કાય જીવોની હિંસાથી બચી જવાય. ભગવાનની આજ્ઞાનું પાલન થાય. તેથી આપણું સમ્યકત્વ વધુ સુદઢ બને તથા વિશુદ્ધ બને. આરાધનામાં વધુ ઓતપ્રોત બનાય. તે રીતે અન્તર્મુખતાનો વધારે વિકાસ થાય.
અને ચાતુર્માસ પૂર્ણ થતાં જ ક્રમ બદલાય છે. હવે કારણ સિવાય તે જ સ્થાને રહેવાનો નિષેધ લાગુ પડે છે. વિહાર કરવો આવશ્યક બની જાય છે. આ કારણે આસક્તિથી – રાગ અને દ્વેષનાં બંધનોથી મન બચે છે. સંયમયાત્રા નિરાબાધપણે વહેતી રહે છે. શારીરિક આરોગ્ય પણ જળવાય છે.
સાર એ કે ભગવાનની પ્રત્યેક આજ્ઞા કે મર્યાદાના પાલનમાં આત્માનું અર્થાત સ્વ-પરનું કલ્યાણ જ સમાયેલું છે. આપણી ભૂમિકા પ્રમાણે આપણે પણ એનું પાલન કરવામાં સજ્જ બનીએ.
(માગશર-૨૦૬૫)
ધર્મચિન્તન