________________
નાખી જાય છે. કસાઈ ખાના બંધ રહેતાં નથી. વાતો બધી કાગળ પર ને અખબારોમાં રહી જાય છે. આપણામાં જ તેઓ ફાટફૂટ પડાવે છે અને પાળેલા માણસોના અહંકારને પંપાળીને જીવદયાના નામે મીંડું આપણા જ હાથે વળાવે છે. નિર્માલ્ય અને નિર્વીર્ય સમાજની આનાથી મોટી વ્યાખ્યા અને ઓળખ બીજી કઈ હોય?
સૌથી વધારે દુઃખદ બાબત એટલી જ છે કે અસંખ્ય ઉપવાસો - તપસ્યાઓ કર્યા પછીયે, અનર્ગળ ધનનો વ્યય કરવા છતાંય, આપણો સમાજ ઉદાર, ઉન્નત અને બહુમાન્ય બનવાને બદલે, નિસ્તેજ, નબળો અને સ્વાર્થી બનતો જતો અનુભવાઈ રહ્યો છે. ધર્મ અને સંસ્કૃતિની રક્ષાની ગુલબાંગો પોકારનારા લોકોએ, આપણા સમાજને - સંઘને જે નુકસાન પહોંચાડ્યું છે, તે કદાચ કદી ભરપાઈ નહિ થઈ શકે. મિત્રો, આજે માત્ર વેદના જ વહેંચી છે તે બદલ Sorry.
(આસો-૨૦૬૫)
ધર્મચિન્તન