________________
૨ ૨.
પરંપરાગત ધર્મકાર્યો સર્વત્ર થતા રહે છે. તે માટે અધધ કહી શકાય તેટલો પૈસો પણ ખરચાતો હોય છે. પર્યુષણ – નિમિત્તે જે થતો દેવદ્રવ્ય, જીવદયા આદિ ક્ષેત્રના ધનવ્યયનો એકંદર આંક કરોડોનો હોય છે. તપસ્યાઓ પણ અઢળક થાય છે અને આ બધું જોતાં પહેલી નજરે એમ જ લાગે કે ધર્મનો ખરેખર જયજયકાર થવા માંડ્યો છે.
આની સામે વાસ્તવિક્તા તપાસીએ તો ચિત્ર કંઈક જુદું - વિચિત્ર જ હોય તેવું દેખાય છે. આપણો સમાજ, ધર્મના ક્ષેત્રમાં, સ્પર્ધાના માર્ગે ચડી ગયો હોય તેવું લાગ્યા કરે છે. અહંકાર (Ego) અને તેમાંથી જાગતી ઈર્ષ્યા - એ આ સ્પર્ધાના પાયામાં છે. “પ્રથમવાર', “કોઈએ ન કર્યું હોય તેવું,” “રેકોર્ડ,” “ઐતિહાસિક - આ બધી શબ્દજાળ આવી સ્પર્ધાનો સ્પષ્ટ સંકેત આપતી રહે છે.
આના પરિણામે, તપશ્ચર્યા વધે છે પણ આચરણની તેમ જ આહારની શુદ્ધિ નથી વધતી, અને તેથી આરોગ્યની શુદ્ધિને બદલે તેનું જોખમ જ વધતું જાય છે.
ધનનો વ્યય અતિશય વધી ગયો છે. પણ જૈન સંઘ કે સમાજ તો પ્રભાવ, વ્યાપક સમાજ પર કે રાજકારણ પર કે રાજ્યસત્તા પર જે પડવો જોઈએ તે પડતો નથી. વસ્તુતઃ ધનનો વ્યય તે વ્યક્તિગત સ્વાર્થ અને વાહવાહી પ્રાપ્ત કરવાનું સાધનમાત્ર બની રહેલ છે. જૈનો દ્વારા થતો ધર્મના તેમજ લોકકલ્યાણના ક્ષેત્રનો ધનવ્યય એટલો તો માતબર છે કે, જો જૈન સમાજ સ્વાર્થની, અહંકારની અને ઈર્ષાની ભાવનાઓમાંથી બહાર નીકળી શકે તો, તે ધનવ્યય વડે તે સમાજ, વ્યાપક ભારતીય સમાજ પર, રાજયસત્તા પર, સરસાઈ ભોગવતું આર્થિક પરિબળ – આર્થિક સત્તા બની જાય, તે નિઃશંક છે. પરંતુ, આપણે આપણા જ કારણે આ બધું ગુમાવી રહ્યા છીએ.
આપણે નિસ્તેજ સમાજ બની રહ્યા છીએ. ગમે તેવું હીન પરિબળ પણ આપણા અU (Ego) ને લડાવીને પોતાનો હેતુ સિદ્ધ કરી જઈ શકે તેમ છે. બીજી વાતો ન કરીએ તોયે, જીવદયાની જ વાત લઈએ તો, પર્યુષણના ૮ દહાડા માટે પણ આપણે કતલખાના બંધ રખાવી શક્તા નથી. સરકાર, નોટિફિકેશન બહાર પાડી દઈને “જીવદયા સપ્તાહો'ની મીઠી લાગતી વાતો કરીને આપણી આંખમાં ધૂળ