________________
૨૫
સફલ ભયો નર-જન્મ હમેરો મોંઘેરો માનવ જન્મ ! કેટલો દુર્લભ ! કેવો તો મૂલ્યવાન !
એની દુર્લભતાની ગાથાઓથી આપણાં ધર્મશાસ્ત્રો છલકાય છે. આપણાં નીતિશાસ્ત્રો ગાઈ-વગાડીને એની દુર્લભતાનાં ઉદાહરણો ટાંકે છે.
શાસ્ત્રો કહે છે – ખોવાયેલું ચિંતામણિરત્ન કોઈ વખત ફરીથી જડે, પણ વ્યર્થ વેડફેલો મનુષ્ય-અવતાર પાછો ન મળે!
બીજી રીતે જોઈએ તો, મહામહેનતે અને મહાપુણ્ય મળેલા નરજન્મને ભૌતિક વાસનાઓ સંતોષવા માટે પ્રયોજવો, એટલે કા કા કરીને પજવતા કાગડાને ભગાડવા માટે ચિંતામણિ રત્નનો ઘા કરવો !
કોઈ શાણો મનુષ્ય ચિંતામણિરત્ન મળે તો તેનો આવો દુરુપયોગ કદી ન કરે અને કોઈ સમજદાર આદમી દશ દષ્ટાન્ત દુર્લભ માનવદેહ મેળવ્યા પછી તેને રાગવૈષ મોહના કીચડમાં ડૂબવા ન દે. સવાલ સમજણનો છે અને શાણપણનો છે.
સમજણ ઓછી હોય કે શાણપણના ખાતે મીંડું હોય તે જરૂર આ નરજન્મને વેડફે, એળે જવા દે. પણ શાણો અને સમજુ જણ તો આ કાયાનો કસ જ કાઢી લે, એમાં શંકા નહિ.
આ જીવનને વેડફવા માટે આપણને કેટલાં બધાં સાધનો મળ્યાં છે ! સૌથી મોટું સાધન તે પુદ્ગલ: આપણું શરીર પણ અને દુનિયાની ભૌતિક અસંખ્ય ચીજો પણ ! એ બધું આપણને ભારે ઘેલા, બબ્બે મૂછિત બનાવી મૂકે છે.
યુગયુગાંતરોથી, ખરેખર તો જન્મજન્માંતરોથી પુદ્ગલ એ મનુષ્યના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. પુદ્ગલ એ વાસ્તવિક રીતે સંસારવૃદ્ધિનું કારણ છે, પણ મનુષ્ય તેને પોતાના સુખનું ઉપાદાન ગણતો રહ્યો છે.
પુગલ જડ તત્ત્વ છે, આત્મા ચેતન તત્ત્વ છે. પણ આ ચેતન અને જડનો સંગમ કહો કે દોસ્તી, એ એવી તો અતૂટ અને અજોડ છે કે તેનો અચંબો જ્ઞાનીઓને પણ થતો હોય છે. અચંબાનું મોટામાં મોટું નિમિત્ત એ કે અહીં જડને ચેતનનું જરાય આકર્ષણ નથી હોતું અને ચેતન જડ વિના જીવી નથી શકતું !
જડતત્વ સાથેની દોસ્તી જેટલી ગાઢ, તેટલું મનુષ્યનું ભવભ્રમણ વધુ લાંબું, વધુ કષ્ટમય. જડતત્વ સાથેની સોબત જેટલી અલ્પ, તેટલું મનુષ્યનું ભવભ્રમણ પણ
ન