________________
૨૦
ઊનાળાના આકરા દિવસો વીતી રહ્યા છે. જૈન મુનિઓ તથા સાધ્વીઓ, આવા અકળાવી મૂકનારા દિવસોમાં પણ પંખા વિના, એ.સી. વિના, ફ્રીજના પાણી તથા બરફ – આઈસ્ક્રીમ વિના, મોજથી જીવે છે. અડવાણે પગે અને ઉઘાડા માથે, ધોમધખતા તડકામાં પણ વિચરે છે. એ જોઈને જેનું માથું અહોભાવથી ઝૂકી જતું નથી, તે જૈન ગણવાને લાયક હોવાનું ભાગ્યે જ માની શકાય. મજાની વાત તો એ છે કે આ બધું વેઠવા પાછળ તેઓનો આશય આત્માની કે ધર્મની સાધનાનો તથા કર્મક્ષયનો જ હોય છે. લિમ્ફા કે ગિનીસ બુકના રેકોર્ડમાં પોતાનાં નામ - કામ લખાવવાનો નહિ. આવા નિસ્પૃહ અને નિરાળા સાધુ ફક્ત જૈનશાસનમાં જ મળે, તે સિવાય જગતમાં બીજે ક્યાંય નહીં. એટલે જ, આવા સાધુનાં દર્શન પણ કેટલાં પાવનકારી મનાય છે !
આપણે ત્યાં પાંચ પરમેષ્ઠી ભગવંતોની આરાધના છે. તેમાં પહેલાં બે, - અરિહંત તથા સિદ્ધ - તો હાલ માત્ર પ્રતિમા કે છબીસ્વરૂપે જ જોવા મળે છે, સાક્ષાત્ તો નહિ. પણ શેષ ત્રણ – આચાર્ય, ઉપાધ્યાય, મુનિ - પરમેષ્ઠી તો સાક્ષાત્ સદેહે જીવંત જોવા આપણને મળી શકે છે. એ આપણાં કેવાં પુણ્ય ! પુણ્ય વિના પરમેષ્ઠીપદ પણ ના મળે, અને પરમેષ્ઠીનાં પદ (ચરણ) પણ ના મળે ! આપણે કેવા નસીબદાર છીએ કે આપણને હજારો સાધુ-સાધ્વી ભગવંતોના રૂપમાં પાંચમા પરમેષ્ઠી-પદનાં દર્શન-સ્પર્શન મળ્યાં છે !
અરિહંત પણ પરમેષ્ઠી અને એક તદ્દન પામર, તુચ્છ, બાલિશ લાગતો આપણા જેવો મનુષ્ય – પુરુષ કે સ્ત્રી – પણ પરમેષ્ઠી ! કેવી અદ્ભુત યોજના છે આ પ્રભુશાસનની ! પડતા અને ભટકતા જીવને ઉપર ઉઠાવવાની મારા પ્રભુની આ કેવી તો અજબ રીત છે ! પોતાની પદવી આપી દેતાં ઘડીનોય વિલંબ ન કરે તે જ આપણો ભગવાન ! આવા આ ભગવાનના ઉપકારનો બદલો વાળવો એ અશક્ય જ ગણાય. કાં તો પરમેષ્ઠી-પદને લાયક બનવું, અને નહિ તો, ઓછામાં ઓછું, પરમેષ્ઠી-પદની વિરાધનાથી બચવું, એ જ તે ઉપકારનો બદલો વાળવાની રીત છે.
વિચરતાં અથવા હાલતાં ચાલતાં સાધુ - સાધ્વીમાં પરમેષ્ઠીપદનાં દર્શન થાય તે પણ સમ્યગુદર્શનની એક ઉન્નત ભૂમિકા ગણાય. સામાન્ય રીતે આપણને સાધુ - સાધ્વીજીને જોઈ ઓળખાણ પરિચય - સંબંધ યાદ આવતાં હોય છે. એવું કાંઈક