________________
ધર્મ અને ધર્મનાયક સમજીને માદક પદાર્થોનો ત્યાગ કરે તે સરકારની આવકને લાભ ઓછો થવા લાગે, અને તેથી આવક વધારવા માટે સરકાર પ્રજાજોગ એવો કાયદો કરે કે “પ્રત્યેક પ્રજાજને રાજ્યની આવક વધારવા માટે પ્રતિદિન એક એક દારૂને હાલે પીવો આવશ્યક છે.”
શું પ્રજા રાજા–સરકારનો વિરોધ ન કરવું જોઈએ એમ માની આ કાયદાને માન આપી સરકારની આજ્ઞાનું પાલન કરશે? પ્રજા તરફથી આ પ્રશ્નને જવાબ નકારમા જ આવશે. - રાજાની કે સરકારની આવી અનુચિત આજ્ઞાને વિરોધ કરે તે પ્રજાની તથા નાગરિકોની ખાસ ફરજ છે. એટલું જ નહિ પણ એક અનુચિત કાયદાને દૂર કરવા માટે જરૂર પડે તે બીજા કાયદાએને પણ વિરોધ કરવો એ પ્રજાનું કર્તવ્ય થઈ પડે છે. કારણ કે પ્રજાહિતને વિઘાતક કાયદો પસાર થઈ જવાથી પ્રજાને હાનિ થાય છે.
જે તમે “રાજ્ય વિરુદ્ધ કાર્ય ન કરવું જોઈએ”—જેનશાસ્ત્રની આ આજ્ઞાને ઉપર લખેલા અર્થ પ્રમાણે સમજતા હે તે આજે જે લેકે જૈનધર્મને “કાયનો ધર્મ' કહી વગોવે છે તે લેકે કોઈ દિવસ તે પ્રમાણે કહેવાનું સાહસ પણ ન કરત.
જૈનધર્મને મુખ્ય સિદ્ધાન્ત અહિંસાવાદ છે. જેને અહિંસાવાદી હોય છે. અહિંસાવાદી કાયર હેત નથી પણ વીર હોય છે. જે એક જ સાચો અહિંસાવાદી હોય તે તે અહિંસાના બળે લેહીનું એક પણ ટીપું પાડ્યા વિના મોટામાં મોટી પારાવિક શક્તિઓને પણ પરાસ્ત કરી શકે છે. એવું અહિંસામાં અમાપ—અમેઘ બળ રહેલું છે.
આ અનુકરણશીલ યુગમાં અબોધ ગ્રામજને પણ શહેરીઓની માફક નાટક, સિનેમા, નારંગ, ફેશન આદિમાં સમય, શક્તિ અને