________________
ધર્મ અને ધર્મ નાયક કેટલાંક કામ એવાં હોય છે કે જે કરવાથી આરંભસમારંભના પાપની સાથે સાથે અનેક મહાન પાપોને પણ ઉત્તેજના મળે છે.
આ બધું જાણવા છતાં જે લેકે કરવા યોગ્ય કાર્યોને પાપરૂપ માની તજી દે છે તે પોતાની અવનતિની સાથેસાથે પાપાની પણ વૃદ્ધિ કરે છે. કરવા યોગ્ય કાર્યોને એકાન્તપાપ કહીને લેકે તેને તજી ન દે અને અવનતિના માર્ગે વળી પાપની વૃદ્ધિ ન કરે એ મહાન ઉદ્દેશને લઈને સંધધર્મની સ્થાપના કરવામાં આવી છે.
સંધ એટલે વ્યક્તિઓને સમૂહ, આ સમૂહ વ્યક્તિગત સ્વાર્થને છોડી સમષ્ટિના હિત અને શ્રેય માટે જે નિયમોપનિયમ રચી તેનું બરાબર પાલન કરવું તેનું નામ સંઘધર્મ છે..
આ સંઘધર્મને જીવનમાં ઉતારવા માટે સંઘના પ્રત્યેક સભ્ય પિતાની જવાબદારીપૂર્વક સંઘધર્મના નિયમપનિયમનું પાલન કરવું જોઈએ. જે વ્યક્તિ પિતાની જવાબદારી ભૂલી જાય છે અને સ્વાર્થવશ સંઘધર્મને ભગ કરે છે તે સંઘધર્મને નાશક છે.
સંઘનું જે શ્રેય સાધે છે, તેનું શ્રેય સંઘ સાધે છે.” એ ધર્મવાક્ય પ્રત્યેક વ્યક્તિએ બરાબર સમજી લેવું જોઈએ. સંધ એ સમાજની પ્રતિનિધિસંસ્થા છે, અને એ સંસ્થાના સન્માનમાં પોતાનું સન્માન રહેલું છે. આ વસ્તુસ્થિતિથી જે પરિચિત છે તે વ્યક્તિ સંધધર્મને ઉન્નત બનાવી શકે છે અને એની ઉન્નતિદ્વારા પિતાની ઉન્નતિ સાધી શકે છે.
લૌકિક સંઘધર્મ લેકવ્યવહાર કેવી રીતે ચલાવો અને એને ચલાવવા માટે કેવું સામૂહિક તંત્ર ઘડવું જોઈએ એને સુંદર પરિચય આપે છે. શ્રાવકશ્રાવિકાઓ જે લૌકિક સંઘધર્મની મહત્તા બરાબર સમજી સામૂહિક તંત્રના નિયમોપનિયમ અનુસાર પિતાને જીવનવ્યવહાર ચલાવે તે આજે લૈકિક સંઘધર્મ દીપી ઊઠે. લૌકિક સંઘધર્મનું પાલન બરાબર થશે તે લોકાત્તર ધર્મ પણ વ્યવસ્થિત