________________
ધર્મ અને ધર્મ નાયક કેવળ આપત્તિના ભયથી કોઈ કામથી દૂર રહેવું, તેમાં કાંઈ બુદ્ધિમત્તા સમાયેલી નથી. કાર્ય કરતી વખતે હાનિલાભને વિચાર અને વિવેક અવશ્ય હોવો જોઈએ, પણ શરૂઆતથી જ કોઈ કામને શંકાની દૃષ્ટિએ જોવું ન જોઈએ. મનુષ્ય નિર્ણયાત્મક દૃષ્ટિએ જેટલે અધિક વિચાર-વિવેક કરે છે, તેટલું તેને તેનું ઊંડુ રહસ્ય સમજાય છે.
પરતુ જે કાઈ મનુષ્ય આ પ્રમાણે શંકા કરીને અટકી જાય કે કોણ જાણે પરમાત્મા છે કે નહિ ? આ સાધુ છે કે નહિ ? અથવા સાધુએ બતાવેલા ઉપાયો વડે પરમાત્મપદ મળશે યા નહિ? આ પ્રમાણે શંકાઓ કરીને જે મનુષ્ય ધર્મ અને ઈષ્ટદેવ પ્રત્યે વિશ્વાસ રાખતા નથી, તે મનુષ્ય પ્રતિક્ષણ પિતાના હૃદયમાં શંકાને સ્થાન દેતે દેતો, આખરે શંકાશીલ બની જાય છે અને તેનો જ્ઞાનાત્મા, જ્ઞાનદષ્ટિએ નિશ્ચિતરૂપે નષ્ટ થઈ જાય છે.
જે કઈ એમ કહે કે અમે જેનશાસ્ત્રોને સત્ય માનીએ, અને તેની ઉપર શંકા પણ ન કરીએ. પણ જેનશાસ્ત્ર જ સત્ય છે. આ વાતની પુષ્ટિ માટે શું કઈ પ્રમાણ છે? આ પ્રશ્રન બરાબર છે.
હવે હું તમને પૂછું છું કે પાંચમાં પાંચ મેળવવાથી કેટલા થાય ? દશ.
હવે જે કેઈએમ.એ. પાસ થયેલ શિક્ષિત માણસ કહે કે પાંચ અને પાંચમેળવવાથી અગિયાર થાય છે. તે શું આપ તે માનશે ? કદાપિ નહિ. પણ જે તે કહે કે હું એમ. એ. પાસ થયો છું. માટે મારી વાત પ્રમાણભૂત છે, તે આપ તેને ઉત્તર શું આપશે ? તમે જરૂર કહેશે કે અમારો આ વિષે અનુભવ છે, એટલું જ નહિ, પણ અમને વિશ્વાસ પણ છે કે પાંચ અને પાંચ મેળવવાથી દશ જ થાય છે. અમને તમે અગિયાર બતાવીને સદેહમાં નાંખી રહ્યા છે, તે વાત અમે સ્વીકારી શકીએ નહિં. તમે પોતે ભૂલ કરી રહ્યા છે.