________________
ર૧૦ ધર્મ અને મિનિાયક આપવાને બદલે સ્ત્રીધર્મના આદર્શને હણના શિક્ષણ આપવું શરૂ કર્યું છે. આ શિક્ષણ નથી પણ શિક્ષણનું દુષ્પરિણામ છે. " આજની પ્રચલિત શિક્ષાપ્રણાલી બદલીને જ્યાં સુધી રાષ્ટ્રીય શિક્ષાપ્રણાલી દ્વારા ઊગતી પ્રજાને શિક્ષાદીક્ષા આપવામાં ન આવે ત્યાંસુધી રાષ્ટ્રના કલ્યાણની આશા શી રીતે રાખી શકાય ? અને આ ત્યારે જ બની શકે કે જ્યારે રાષ્ટ્રને આ શિક્ષાવિભાગ પ્રશાસ્તાવિરના હાથમાં હોય અને તેમની સૂચનાનુસાર ઊગતી પ્રજાને શિક્ષાદીક્ષા આપવામાં આવે. જ્યારે રાષ્ટ્રના સૂત્રધારના હાથમાં શિક્ષાવિભાગ આવશે ત્યારે ઊગતી પ્રજા રાષ્ટ્રીય શિક્ષણનું મહત્ત્વ અને વિદેશીઓની કુશિક્ષાનું દુષ્પરિણામ સમજી શકશે. આ પ્રમાણે પ્રશાસ્તાસ્થવિરેની પ્રેરણાથી ઊગતી પ્રજા રાષ્ટ્રોદ્ધારના કાર્યમાં જોડાશે ત્યારે રાષ્ટ્રોદ્ધાર અચૂક થવાને જ એમાં શંકા નથી.