________________
૨૧૨
ધર્મ અને ધર્મ નાયક સંકટ સહન કરે છે પણ કુળનાં માણસોને જરા પણ દુઃખ કે કષ્ટ આપતું નથી અને પિતાના જીવન પ્રકાશથી આખા કુળને ઊજાળે છે તે ખરેખર કુળદીપક છે. કુળદીપક બનવું એ સરલ નથી. કુળદીપક બનવા માટે તે દીવાની માફક તનને તાવવું પડે છે અને આખા કુળને ઉજાળવા માટે આત્મજ્ઞાનને પ્રકાશ પ્રગટાવવો પડે છે. જે કુળની મેટાઈ મેળવવા માટે કુળસ્થવિર બની જાય છે પણ કુળદ્વારનું કામ કરતું નથી તે વ્યક્તિ કુળદીપક નહિ પણ કુલાંગાર બને છે. કુલાંગાર કુળને ભસ્મીભૂત કરી નાખે છે. જ્યારે કુળદીપક આખા કુળને ઉજાળે છે. જે સાચે કુળસ્થવિર હેય છે તે કુળદીપક હાય છે.
આખા કુળમાં કુટુઅભાવનાનું બીજ રોપવું એ કુળસ્થવિરનું મુખ્ય કર્તવ્ય છે. જે કુળમાં કુટુમ્બભાવના હોતી નથી તે કુળ વધારે આયુષ્ય ભોગવી શકતું નથી. કુટુમ્બભાવના એ કુળોદ્ધારનું મૂળ છે. કુળમાં કુટુંબભાવના કેળવવા માટે કુળસ્થવિરે આખા કુળના પ્રત્યેક સભ્યની સારસંભાળ રાખવી પડે છે. પહેલાના સમયમાં ઓસવાલમાં પંચ કુળસ્થવિરનું કામ કરતું. ઓસવાલેએ કેવી રીતે રહેવું કે વ્યવહાર રાખવા અને કુળધર્મની રક્ષા માટે ક્યા કયા ઉપાય યોજવા વગેરેનો નિશ્ચય તે લેકે જ કરતા હતા. આ કુળવ્યવસ્થાને જે લેકેએ તેડી છે તે લોકોને એનું દુષ્પરિણામ સહેવું પડયું છે. કુળસ્થવિરની ઉપસ્થિતિમાં કુળના સિદ્ધાન્તની વિરુદ્ધ જઈમાંસ, શરાબ આદિ દુર્વ્યસનોનું સેવન કરવાનું તથા કુળમર્યાદા તેડી બાલવિવાહ, વૃદ્ધવિવાહ, અનમેલ વિવાહ કરવાનું કઈ સાહસ કરતું નહિ. જે કાઈ કુળમર્યાદાનું ઉલ્લંધન કરતું તેને કુળસ્થવિર યોગ્ય દંડ આપતા અને તેને પૂરેપૂરે અમલ કરવામાં આવતું. કુળની મર્યાદા બરાબર સચવાય અને કુળની શ્રેષ્ઠ રીતરિવાજોનું બરાબર પાલન થાય તે માટે કુળસ્થવિર પૂરેપૂરી સાવચેતી રાખતા. કુળસ્થવિરના આ મહત્વપૂર્ણ પદના ભારને વહન કરવા સાધારણ મનુષ્ય માટે સરલ