Book Title: Dharm Ane Dharm Nayak
Author(s): Shantilal Vanmali Sheth
Publisher: Shantilal Vanmali Sheth

View full book text
Previous | Next

Page 231
________________ ધર્મ અને ધર્મ નાયક મગધદેશ, જે વર્તમાન સમયમાં બિહાર નામે ઓળખાય છે, તેની ઉત્તરે વૈશાલી નામે એક પ્રસિદ્ધ નગરી હતી. આ વૈશાલીનગરી ગણરાજ્યમાં હતી. આ ગણરાજ્યા અધિનાયક ચેટક હતા. તે વખતે વૈશાલી ગણરાજ્ય જેવાં ખીજાં પણ ઘણાં ગણરાજ્યા હતાં જેમાં કુસીનારા, પાવા, કુણ્ડપુર આદિ પ્રધાન ગણરાજ્યા હતાં; આ બધાં ગણરાજ્યા ગણતંત્ર કે પ્રજાતંત્ર (Republic) રાજ્યા હતાં. આ ગણરાજ્યાનું નિયંત્રણ અને સંચાલન ગણનાયક ચેટક કરતા હતા. ૨૧૮ આ ગણતંત્રોનું સંચાલન આધુનિક પ્રજાતંત્ર રાજ્યાની જેમ થતું. આ બધાં ગણરાજ્યામાં ક્ષત્રિય કુળના અગ્રેસરાની કૌસીલ (સભા) મુખ્ય કામ કરતી હતી. આ ગણતંત્રમાં જે જે જાતિએ સમ્મિલિત હતી તે પેાતાના એક પ્રતિનિધિ ચૂંટી ગણતંત્રમાં માકલતી. ગણતંત્રની સભાની વ્યવસ્થા એકદમ સુંદર હતી. એ સભામાં એક શાસન–પ્રજ્ઞાપક નિયુક્ત કરવામાં આવતા કે જે આવેલા સદસ્યાને તેમનું સ્થાન બતાવતા. સદસ્યાની ઉપસ્થિતિ પર્યાપ્ત થયે કાઈપણુ પ્રસ્તાવ સભા સમક્ષ મૂકવામાં આવતા. આ ક્રિયાને નત્તિ ( જ્ઞપ્તિ ) કહેવામાં આવતી. વિજ્ઞપ્તિ કર્યાં પછી પ્રસ્તુત પ્રસ્તાવ ઉપર વિચાર કરવામાં આવતા અને પ્રસ્તાવ સ્વીકૃત કરવામાં આવે કે નહીં એ વિષે ત્રણવાર પ્રત્યેક સદસ્યને પૂછવામાં આવતું. જો બધા સદસ્યા પ્રસ્તાવને સ્વીકૃત કરવામાં સહમત થતા તેા પ્રસ્તાવ પાસ કરવામાં આવતે અને જો તેમાં મતભેદ થતા તા મતગણના કરવામાં આવતી. આ ગણતંત્રની સભાનાં નિયમેપનિયમે પણ ધડવામાં આવતાં અને તેનું ખરાખર પાલન કરવામાં આવતું. ગણત ંત્રની સભા બહુમતિથી કામ કરતી હતી. સભામાં જે પ્રસ્તાવ સ્વીકૃત કરવામાં આવતા તે પ્રસ્તાવને કા રૂપમાં પરિણત કરનાર ‘ગણનાયક’ Chief Megistrate કહેવામાં આવતા. ગણનાયકને સહકાર આપવા માટે ઉપરાજા, ભંડારી, સેનાપતિ વગેરે પણ

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248