________________
( ૧૦ ) પર્યાયસ્થવિર સંયમ સ્થવિર
[ પિરા-છેડા ]
ज्ञानस्य फलं विरतिः। જયારે સૂત્રજ્ઞાન આચારમાં ઊતરે છે ત્યારે જીવનમાં સંયમ પ્રગટે છે. અને વીસ વીસ વર્ષો સુધી સૂત્રાનુસાર સંયમની સાધના કર્યા બાદ જે વ્યકિત સંયતાત્મા એટલે કે જેણે જ્ઞાનપૂર્વક શરીર, મન, બુદ્ધિ અને આત્માને પિતાના વશમાં કરી લીધું છે એ જિતેન્દ્રિય બને છે, તે વ્યકિત “સંયમસ્થવિર” કહેવાય છે.
સંયમસ્થવિર બનવા માટે કેટકેટલાં વર્ષો સુધી જ્ઞાનપાસની સાથે આત્મદમનની વિદ્યા ભણવી પડે છે ! ત્યારે વર્ષોનાં વર્ષો સુધી સાધક પુરુષ જ્ઞાનની ઉપાસના કરે છે તે તેને જ્ઞાનસિદ્ધિ થાય અને પોતે સશરીર–શાસ્ત્રરૂપ બની જાય એમાં શું આશ્ચર્ય ? પણ કેવળ જ્ઞાનસિદ્ધિ કર્યું છવનસિદ્ધિ સધાતી નથીને ? જીવનસિદ્ધિ માટે તે જ્ઞાનસિદ્ધિની સાથે સંયમસિદ્ધિ આવશ્યકતા છે. અને સંયમની સિદ્ધિ માટે તે સાધપુરુષે શાસ્ત્રમાં કહેલ યમનિયમને જીવનમાં મૂર્ત સ્વરૂપ આપવું પડે છે. આ પ્રમાણે જ્યારે જ્ઞાન અને સંયમને, વિચાર અને આચારને સુમેળ