________________
(૯)
સૂત્રસ્થવિર
[ કુર-થે ] न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते । આખી દુનિયામાં જ્ઞાન જેવી કેઈ બીજી પવિત્ર વસ્તુ નથી. જળથી શરીરશુદ્ધિ કરી શકાય છે પણ જીવનશુદ્ધિ કરવા માટે તે જ્ઞાનની આવશ્યકતા રહે છે. જ્ઞાન એ અંતરચક્ષુ છે. એ અંતરચક્ષુના પ્રકાશથી અજ્ઞાનાંધકાર દૂર ભાગે છે અને જ્ઞાનજ્યોતિ પ્રગટે છે. જે વ્યક્તિ પિતાના જ્ઞાનચક્ષુને પ્રકાશ અજ્ઞાનાંધકારમાં ભટક્તાં પ્રાણુંએને આપી જ્ઞાનને માર્ગ બતાવે છે તે વ્યક્તિ જ્ઞાનમાર્ગને બતાવનાર ગણાય છે. શાસ્ત્રના શબદોમાં તે “સૂત્રસ્થવિર” કહેવાય છે. સૂત્ર એટલે કેવળ સૂત્રવાચન કે સૂત્રનું પઠન નહિ. પણ સત્ર એટલે સદ્વસ્તુને અનુભવમાં ઉતારી તેને વિવેક કરે. જે વ્યક્તિ સૂત્રકથિત વસ્તુને અનુભવમાં ઉતારી વિવેક કરે છે અને પોતાના સત્ય અનુભવજ્ઞાનને જનસમાજમાં પ્રચાર કરે છે તે ‘સૂત્રસ્થવિર’ કહેવાય છે. સૂત્રજ્ઞાનને વાંચન કરવું અને તેને અનુભવમાં ઉતારવું એ બન્ને ભિન્ન વસ્તુ છે.
સત્રજ્ઞાનનું વાચન કરવું સરલ છે. પણ એને અનુભવમાં ઉતારવું કઠિન છે. વર્ષોના વર્ષો સુધી અનુભવોના અખતરાઓ કર્યા પછી સૂત્રજ્ઞાનને વિવેક પ્રગટે છે, ત્યારે સૂત્રજ્ઞાનને સાર સમજાય છે.