________________
સૂત્રસ્થવિર
૨૩૧
મૂત્રજ્ઞાનને સાર જનસમાજને સમજાવવા અને તેના પ્રચાર માટે સક્રિય બધાં પ્રયત્નો કરવાં એ સૂત્રસ્થવિરની ફરજ છે. સૂત્રસ્થવિર સૂત્રજ્ઞાનના પ્રચાર કરવા માટે સર્વપ્રથમ જનસમાજને શ્રદ્ધા-આત્મવિશ્વાસની ઉપયેાગિતા સમજાવે છે. જ્યારે સૂત્રસ્થવિરને લાગે છે કે જનસમાજે જ્ઞાનને ધારવાની ભૂમિકા બાંધી લીધી છે ત્યારે જ્ઞાનની મહત્તા સમજાવે છે અને જ્ઞાનને સક્રિય રૂપ આપવા માટે પ્રેરણા આપે છે. કારણ કે સૂત્રસ્થવિર ખરાબર સમજે છે કેઃ- શ્રદ્ઘાનદિમતે જ્ઞાન” અર્થાત્ શ્રદ્ધાવાન વ્યક્તિ જ સૂત્રજ્ઞાનને અધિકારી બની શકે છે. જે વ્યકિતની જિજ્ઞાસાવૃત્તિ જાગ્રત થઈ નથી, જે સાંભળવા ઉત્સુક નથી, જે ખરેા શ્રાવક થયેા નથી તે વ્યકિત જ્ઞાનાપાન કેમ કરી શકે ? એટલા માટે સૂત્રસ્થવિર જ્ઞાનને પ્રચાર કરવા માટે જનસમાજમાં સર્વપ્રથમ શ્રદ્ધાબુદ્ધિ અને જિજ્ઞાસાવૃત્તિ જાગ્રત કરે છે અને પછી જ્ઞાનેાપદેશ આપે છે. ખાકી જે અજ્ઞાની, અશ્રદ્ધાળુ અને સશયાત્મા હોય છે તે જ્ઞાનપ્રાપ્તિ કરી શકતા નથી.
Ο
જે અનુભવવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ સૂત્રવિર હેાય છે એ સૂત્રધર્મને પ્રચાર અને તેનું પાલન બરાબર કેમ થાય એની હમેશાં ચીવટ રાખે છે. અને સૂત્રજ્ઞાનના પ્રચાર વિશેષ થાય તે માટે જગ્યાજગ્યાએ ધર્માંપદેશ આપે છે. જો કાઈ જિજ્ઞાસુ શ્રાવક સૂત્રધર્મમાં શ્રદ્ધાસુદ્ધિએ કાઈ પ્રકારની શંકા કરે તે તે શંકાનું સમુચિત સમાધાન કરે છે. શાસ્ત્રના મજ્ઞ સૂત્રસ્થવિરનું એ કવ્ય છે. વર્તમાન સમયમાં અજ્ઞાનાંધકાર એટલા બધા ફેલાઈ ગયા છે કે જનસમાજમાં અજ્ઞાનતાને કારણે ધર્મ પ્રતિ ઉદાસીનતા વધતી જતી જોવામાં આવે છે. ધર્માંદ્યોત કરવ માટે અજ્ઞાનાંધકારને દૂર કરી જ્ઞાનપ્રકાશ ચારે બાજુ ફેલાવવાની અતિ આવશ્યકતા છે. જ્યાં જ્ઞાનજ્યેાતિ પ્રગટશે ત્યાં અજ્ઞાન, અશ્રદ્ધા એક ક્ષણ પણ ટકી નાહ શકે; પણ સૂત્રસ્થવિર વિના જ્ઞાનન્ત્યાતિ કાણ પ્રગટાવે ?
સૂત્રસ્થવિર એ જ્ઞાનજ્ગ્યાતિર છે. સૂર્યના પ્રકાશથી જેમ અંધકાર એક ક્ષણ પણ ટકી શકતા નથી તેમ જ્ઞાનસૂર્યના ઉદયથી અજ્ઞાન અને અશ્રદ્ધારૂપ અંધકાર એકક્ષણ પણ ટકી શકવાના નથી.