________________
જાતિસ્થવિર
૨૨૯ કરી રહ્યા છે. પણ આ વાત એકાન્ત સાચી નથી. ઊલટું કેટલાક વૃદ્ધો યુવકની અપેક્ષા અધિક અવિચારી અને ઉછંખલ જોવામાં આવે છે. તેઓ ખરાબ રૂઢિઓને પકડી રાખે છે અને બાવા વચ્ચે પ્રમાણને મહત્ત્વ આપી સમાજહાનિ કરતા રહે છે અને યુવાને ખરાબ રૂઢિઓને ઉચ્છેદ કરવાનું કહે છે તો તેઓ નારાજ થઈ જાય છે. પણ તેઓ એમ નથી સમજતા કે ખરાબ રૂઢિઓને કારણે સમાજ કે જ્ઞાતિનું કેટલું બધું અધઃપતન થતું રહે છે. જે સાચા સમાજસેવકે અને જાતિસેવકે હોય તે તેઓ યુવાન અને વૃદ્ધોને સમાજોદ્ધારને માર્ગ બતાવે; પણ જ્યાં સારો સમાજસેવક જ ન હોય ત્યાં સમાજસુધારની વાત જ ક્યાં રહી ?
આજે સમાજસેવકના અભાવે જ્યાં જુઓ ત્યાં યુવકે બેકાર બની આદર્શ હીન થઈ અહીંતહીં ભટકયા કરે છે. સમાજની ખરેખર બહુ દુર્વ્યવસ્થા છે. જ્યાં સુધી સમાજની આ દુર્વ્યવસ્થા દૂર કરી સુવ્યવસ્થા કરવામાં ન આવે ત્યાં સુધી સમાજસુધારની આશા રાખવી નકામી છે. લૌકિક જાતિસ્થવિરની માફક લેકેત્તર જાતિસ્થવિર પણ હેય છે. જોકેત્તર જાતિના નિયમોપનિયમ ઘડી તેનું બરાબર પાલન કરાવવું અને દેશકાલાનુસાર લકત્તજ્જાતિમાં સધન કરી સાધુસમાજને પ્રગતિ પંથે લઈ જવું અને તે દ્વારા માનવસમાજનું કલ્યાણ સાધવું એ તેમનું મુખ્ય કર્તવ્ય હેય છે.
સમાજ કે જ્ઞાતિના સુધાર માટે દરેક શક્ય ઉપાયે લઈ સમાજેહાર કરવો એ સમાજસેવકનું કર્તવ્ય છે. આ કર્તવ્યપાલનમાં સમાજ, જ્ઞાતિ અને ધર્મનું કલ્યાણ રહેલું છે.