________________
૨૩૮
ધર્મ અને ધર્મ નાયક સમાજ કે જ્ઞાતિમાં કેટલા ઋતિજને બેકાર છે, કેટલા દુઃખી છે, કેટલા અજ્ઞાન છે અને ક્યા માર્ગે એ જ્ઞાતિજનોમાં જ્ઞાન, ઉદ્યોગ અને ધંધારોજગારને પ્રચાર થાય વગેરે સમાજનાં વ્યવહારવિષયક તેમજ લગ્નવિષયક અનેક વિચારણીય પ્રશ્નો વિષે ઊંડો વિચાર કરી તેને ઉકેલ લાવ એ જાતિસેવકની ખાસ ફરજ છે.
જે ઠરેલ બુદ્ધિવાળે, કર્તવ્યપરાયણ અને વિચારશીલ હોય છે તે જ જાતિની સેવા બજાવી શકે છે. જે ઉતાવળી, વાડીયા અને લડાઈખેર જાતિની સેવા કરવા માટે બહાર પડે છે તે જાતિની સેવા કરી શકતા નથી. કારણ કે સમાજમાં એવા ઘણું માણસો હોય છે કે જે જાતિસેવા કરનારને હતોત્સાહ પણ કરી નાખે છે. પણ એવા સમયે ક્ષમતા ધારણ કરી કર્તવ્યપરાયણ રહેવું એમાં જ જાતિસેવકની શોભા છે.
પ્રત્યેક જાતિમાં અનુભવી જાતિસેવકેની આવશ્યક્તા બહુ રહે છે. કારણ કે, જે જાતિસેવક અનુભવી ન હોય તે સમાજમાં અને જ્ઞાતિમાં અનેક અનર્થો પેદા થવાની આશંકા રહે છે. યુવકéદય એવું કાર્ય પણ હાથ ધરી બેસે છે કે જે કાર્યને સમાજ અપનાવવા તૈયાર ન હોય; એટલા માટે જે વ્યક્તિએ ૬૦ વર્ષ સુધી સમાજ કે જાતિને અનુભવ મેળવ્યો તે જ વ્યક્તિ સમાજસેવક તરીકે સાર્થક નીવડી શકે છે એમ શાસ્ત્રકારે કહે છે.
આજે અનુભવહીન માણસે સમાજસેવકનું પદ લેવા તૈયાર થઈ જાય છે. પણ જ્યારે સમાજવ્યવસ્થા કરવાનું દુઃસાધ્ય કામ માથે આવી પડે છે ત્યારે દૂર ખસી જાય છે. એટલે આજે અનુભવી જાતિસેવક ન હેવાને કારણે જ સમાજ અને જાતિની વ્યવસ્થા બરાબર જોવામાં આવતી નથી.
આજે યુવાને ઉપર એ આરોપ ઢોળવામાં આવે છે કે તેઓ સમાજસ્થિતિના અજ્ઞાનને કારણે સમાજોદ્ધારને નામે સમાજહાનિ