________________
(૮) જાતિસ્થવિર–સમાજસ્થવિર
[ જ્ઞાતિ-થેરા] માનવસમાજ, પશુસમાજ, પક્ષીસમાજ અને પ્રાણીસમાજ એ બધા સમાજેનું સૂક્ષ્મ અવલોકન કરવામાં આવે તે સ્પષ્ટ જણાશે કે મનુષ્ય, પશુ, પક્ષી દરેક પ્રાણીઓ પિતાને સજાતીય સહચાર શેલ્વે છે, સજાતીઓનું સંગઠન કરી સમાજ ઊભું કરે છે અને તે સમાજમાં સલાહસંપથી રહી સુખમય જીવન ગાળે છે. આવી સમાજવ્યવસ્થા બહુ લાંબા કાળથી ભારતમાં ચાલી આવે છે અને તેથી ભારતીય સંસ્કૃતિમાં તેનું સ્થાન ઘણું મહત્વનું છે.
માનવજાતિ એક છે, પશુજાતિ એક છે અને પક્ષી જાતિ પણ એક છે. પણ પશુપક્ષી જાતિમાં જેમ મેર, પોપટ, ગાય, ભેંશ આદિ અનેક પેટાજાતિઓને સમાજ જુદો જુદો હોય છે તેમ માનવજાતિ એક છે પણ તેમાં પણ વર્ણભેદ અને જાતિભેદને લીધે અનેક પેટાજાતિઓ છે અને એ દરેક પેટાજાતિઓને સમાજ પણ જુદા જુદા છે. સમાજ એ કઈ વ્યક્તિવિશેષ નથી, પણ એ વ્યક્તિઓએ પિતાના સામાજિક હિત માટે સંગઠન કરી ગઠવેલું તંત્ર છે. પિતાનું