________________
સંઘસ્થવિર બરાબર ચાલશે, એમાં શંકાને સ્થાન નથી. જે સંઘસ્થવિર સમય અને ધર્મ નહિ હોય તે સંધનું સંચાલન બરાબર થશે નહિ અને પરિણામે સંધને ક્ષતિ પહોંચશે.
સંધસ્થવિરે એ ભૂલેચૂકે પણ ભૂલવું ન જોઈએ કે તેની જવાબદારી એક સેનાપતિથી પણ વિશેષ છે. જેમ સેનાપતિ સમયજ્ઞ ન હોય તે સેનાને પિતાના કાબુમાં બરાબર રાખી શકતા નથી તેમ જે સંધસ્થવિર સમયજ્ઞ અને ધર્મજી ન હોય તે આખે સંધ અવળે માર્ગે ચડી જાય અને તેથી સંઘને ઘણું જ ધકકે પહોંચે. એટલા માટે સંઘસ્થવિર પ્રભાવશાળી, દૂરદષ્ટા અને નિઃસ્વાર્થી હે જોઈએ. જેમ લૌકિક સંધસ્થવિરનું કામ લૌકિક સંઘની વ્યવસ્થા કરવાનું છે તેમ લેત્તર સંધસ્થવિરે લેકેત્તર સંધની સમુચિત વ્યવસ્થા કરવાની હોય છે. સંધમાં કોઈ પ્રકારનો અસંતોષ પેદા ન થાય. વિગ્રહ પેદા ન થાય, મામાલિન્ચ ન વધે તે માટે સંધસ્થવિરે ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. જે કઈ સંધમાં ભેદ પાડે, વિગ્રહ કરે તેને દંડ દેવાને સંધસ્થવિરને અધિકાર છે. સંધમાં શાતિ સ્થાપવા માટે દરેક પ્રકારના પ્રયત્નો કરવા એ સંઘસ્થવિરનું મુખ્ય કામ છે. જે ત્યાગ અને સેવાભાવદ્વારા સકળ સંધનું સંચાલન કરે છે અને સન્નતિ કરે છે તે સંધસ્થવિર તરીકે પિતાનું પદ દીપાવી શકે છે.