________________
જાતિસ્થવિર
૨૨૭
અને પોતાની જાતિનું તંત્ર વ્યવસ્થિત ચાલી શકે અને પોતે ઉભા કરેલા સમાજ સુખી અને તે માટે સમાજની વ્યવસ્થા કરવામાં આવી છે.
વ્યક્તિ અને સમાજ એ બન્નેના તાદાત્મ્ય સંબંધ છે. વ્યક્તિના આધારે સમાજ ટકેલા છે કે સમાજને આધારે વ્યક્તિ જીવી રહી છે એ કહેવું કઠણ છે. એટલા જ માટે વ્યક્તિના ઉત્થાનમાં સમાજનું ઉત્થાન અને વ્યક્તિના વિનાશમાં સમાજને વિનાશ રહેલા છે.
આખા સમાજનું તંત્ર વ્યક્તિના હાથમાં રહેલું છે. પ્રત્યેક વ્યકિત સમાજનુ એક પ્રધાન અંગ છે અને સમાજ એ વ્યકિતઓને છે. પ્રત્યેક વ્યક્તિએ વિચારવું જોઈએ કે, ‘હું સમાજા છું અને સમાજ એ મારા છે,' આ પ્રકારની સમાજભાવના–જ્ઞાતિભાવના જ્યાં પ્રવર્તે છે તે સમાજ કે જ્ઞાતિ હમેશાં પ્રગતિના પંથે છે એમ સમજવું જોઈએ.
કુટુમ્બ, સમાજ કે જ્ઞાતિની ખરાખર વ્યવસ્થા જાળવવા માટે પ્રત્યેક વ્યકિતએ વર્ગો ઊભાં કરે છે. પણ જો તે વર્ગા કુટુમ્બ, સમાજ કે જ્ઞાતિમાં વર્ગવિગ્રહ કે વાડાવાડી ઊભાં કરે તે માનવું જોઈએ કે એ વર્ષાં કુટુમ્બની, સમાજની કે જ્ઞાતિની વ્યવસ્થા કરવાને બદલે અવ્યવસ્થા કરે છે અને રક્ષણ કરવાને બદલે ભક્ષણ કરે છે. આવી અવસ્થામાં સમાજ કે જ્ઞાતિનું બંધારણ સુધારવું અથવા નવું ધડવું એ જાતિસ્થવિરનું મુખ્ય કામ છે. જે મનુષ્ય સમાજોત્થાન માટે તન, મન અને ધનથી સતત પ્રયત્ન કરે છે અને સમાજનું નિયત્રણ અને સંચાલન ખરાખર કરે છે તે વ્યકિત સમાજસ્થવિર કહેવાય છે. સમાજવિરે એ ભૂલવું ન જોઈએ કે, એ સમાજને સેવક છે. તેમ નાયક પણ છે.
સમાજ અને જ્ઞાતિમાં કેવા રીતરિવાજોનું પ્રચલન કરવાથી જ્ઞાતિનું હિત થાય અને કયા રિતરિવાજોને નાશ કરવાથી જ્ઞાતિ સમાજનું કલ્યાણ થાય એ વિષે દેશકાળ પ્રમાણે વિચાર કરવાનુ અને વિચારને કાર્યંમાં પરિણત કરવાનું કામ સમાજસ્થવિરતુ છે.