________________
(૭) સંઘસ્થવિર
[ સંપ-વેરા ] જૈનશાસનમાં સંઘનું સ્થાન અતિ મહત્ત્વનું છે. સંધ એટલે જૈનશાસન સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘ છે. આ ચતુર્વિધ સંધની પ્રતિષ્ઠામાં ધર્મની પ્રતિષ્ઠા રહેલી છે. કારણ કે આ ચતુર્વિધ સંઘના પાયા ઉપર જ જૈનશાસન ટકી રહ્યું છે. જે સંઘના આધારે ધર્મ ટકી રહેલો છે તે સંધ જો શિથિલ હોય તે ધર્મ કેમ ટકી શકે? એટલા માટે સંધની સુવ્યવસ્થા જાળવવા માટે સંધસ્થવિરની આવશ્યકતા શાસ્ત્રકારોએ બતાવી છે.
સકળ સંઘનું સંચાલન કરવું એટલે ચતુર્વિધ સંઘની સમુચિત વ્યવસ્થા કરવી; એ સંધસ્થવિરનું મુખ્ય કર્તવ્ય છે.
સંધ બે પ્રકાર છે. લાકિક સંધ અને લેકેત્તર સં૫. શ્રાવક અને શ્રાવિકા લૌકિક સંધના સભ્યો છે અને સાધુ અને સાધ્વી એ લેકોત્તર સંધના સભ્યો છે. લૌકિક સંધસ્થવિર લૌકિક સંધની વ્યવસ્થા કરે છે અને કેત્તર સંધસ્થવિર કેર સંધની વ્યવસ્થા