________________
રર૧
ગણસ્થવિર ગણનાયકે અન્યાયના પ્રતિકાર અને ન્યાયના પ્રચલન માટે હમેશાં સક્રિય પ્રયત્ન કરવો પડે છે.
કે ગણનાયકે ગણધર્મની રક્ષાથે પ્રાણાર્પણ જેટલું આત્મબળ કેળવવું પડે છે. તે - ગણનાયકે ગણધર્મની પ્રતિષ્ઠા આગળ સ્વજનને સંબંધ તેડવો પડે છે.
ગણનાયકે ગણતંત્રને આશ્રયે આવેલા કેઈપણ આશ્રિતને તન, મન અને ધનથી રક્ષા કરવી પડે છે.
ગણનાયકે કેઈપણ પ્રકારને પક્ષપાત છોડી નિષ્પક્ષ અને ન્યાયપ્રિય થઈ રહેવું પડે છે.
ગણનાયકે ગણધર્મની રક્ષા અને પ્રતિષ્ઠા પ્રાણના ભોગે પણ સાચવવી પડે છે.
ગણનાયકે પ્રજાના સુખદુઃખની દિનરાત ચિન્તા કરવી પડે છે.
ગણધર્મની પ્રતિષ્ઠા અર્થે ગણનાયકે કેટલે આત્મભોગ આપવો પડે છે તે આપણે જોયું. પણ આ સિવાય ગણનાયકે ગણુધર્મને વધારે વ્યવસ્થિત અને વ્યવહાર્ય કરવા માટે ઘણીવાર તેમાં યોગ્ય પરિવર્તન પણ કરવું પડે છે. ગણના નિયમમાં પરિવર્તન અને પરિવર્ધન કરવાથી ઘણીવાર ગણતંત્રના રાજ્ય નારાજ પણ થાય છે; પણ જે સાચે ગણનાયક હોય છે તે કેઈની રાજીખુશીથી ફુલાતો નથી તેમ કોઈની નારાજીથી ગભરાતું નથી. તે તે ગણધર્મ વ્યવસ્થિત કેમ થાય અને ગણતંત્રનું સંચાલન અને નિયત્રંણ બરાબર કેમ થાય અને તેથી પ્રજાને વિશેષ સુખશાન્તિ કેમ પહોંચે એ જ ચિન્તા હમેશાં ગણનાયકને રહ્યા કરે છે. જે ગણનાયક ગણતંત્રમાં “આમ કરવાથી અમુક નારાજ થશે તે” એમ ધારી યોગ્ય પરિવર્તન કરતાં કરે છે તે ગણસ્થવિરપદને શોભાવી શકતા નથી. માટે સારો ગણનાયક તે તે જ છે કે, જે દેશકાલાનુસાર ગણુધર્મના નિયમપનિયમમાં