________________
૨૧૫
કુળસ્થવિર ધનસંપત્તિ, શરીરસંપત્તિને ઘણે જ હાલ થાય છે. પણ આ બધું કુળસ્થવિર વિના કોણ સમજાવે ? અત્યારે કુળસ્થવિરના અભાવે જ્યાં જુઓ ત્યાં કુળમર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવે છે, ખોટાં રીવાજો, ખોટા ખર્ચે વધારવામાં આવે છે. કુળવ્યવસ્થા ન હોવાને કારણે સમાજના ટૂકડે ટૂકડા થઈ ગયા છે. અને સામાજિક જીવન દુઃખી બનતું જાય છે અને કુળધર્મને નાશ થતે જોવામાં આવે છે.
લૌકિક કુળના ઉદ્ધાર માટે જેમ કુળ સ્થવિરની આવશ્યકતા રહે છે તેમ લકત્તર કુળને ઉદ્ધાર માટે લકત્તર કુળસ્થવિરની પણ જરૂર રહે છે. સાધુસમાજ એ લોકોત્તર કુળ છે. સાધુસમાજના નિયમપાલનની બધી જવાબદારી ગુરુ ઉપર રહે છે એટલે ગુરુ એ લેકેજર કુળના સ્થવિર છે. શિષ્યવર્ગને આચારધર્મનું શિક્ષણ આપવું, ઉચિત આવશ્યકતાઓની પૂર્તિ માટે એગ્ય સાધનો પૂરાં પાડવાં એ ગુરુનું કર્તવ્ય છે. શિષ્યોને ભણાવી ગણવી વિદ્વાન બનાવવા એ પણ ગુરુનું જ કર્તવ્ય ગણવામાં આવ્યું છે. જે કોઈ ગુરુ પિતાના ૧૦-૨૦ ગ્ય શિષ્યને જ ભણવે અને બાકીના શિષ્યોને શિક્ષા ન આપે તે તે ગુરુ કુલસ્થવિર કહેવાય નહિ. જે કુળસ્થવિર બાળકને બાળકોગ્ય અને વૃદ્ધોને વૃદ્ધોગ્ય શિક્ષા આપે છે અને તેમની યોગ્યતાનુસાર સારસંભાળ રાખે છે તે કુળસ્થવિરનું કુળ હમેશાં પવિત્ર રહે છે.
જે પ્રમાણે લૌકિક કુળસ્થવિર કુળધર્મના પાલન કરવા-કરાવવાની બધી વ્યવસ્થા કરે છે તે જ પ્રમાણે જે ગુરુ પિતાના કુળના બધા સાધુઓને કુળધર્મના પાલનમાં દઢ બનાવે છે, તે લેકેત્તર કુલસ્થવિર છે. લેકેત્તર કુલસ્થવિરના બનાવેલા નિયમેને ભંગ કરનાર માટે દંડવિધાન પણ બતાવવામાં આવેલ છે. એ પ્રાયશ્ચિત્તમાં દશમું પ્રાયશ્ચિત્ત અન્તિમ સજા છે. આ છેલ્લું પ્રાયશ્ચિત્ત એને જ દેવામાં આવે છે કે જે મનુષ્ય કુળમાં રહી કુળનો નાશ કરે છે, સંધમાં રહી સંધને નાશ કરે છે અથવા ગણમાં રહી ગણુને નાશ કરે છે.