________________
કુવાસ્થવિર
૧૩ નથી. જે વ્યક્તિએ કુળની પ્રતિષ્ઠા સાચવવા જેટલું વ્યક્તિત્વ કેળવ્યું, છે તે જ વ્યક્તિ કુળસ્થવિર બની શકે છે અને કુલહાર કરી કુળને દીપાવી શકે છે.
આજે પહેલાના જેવી કુળસ્થવિરની વ્યવસ્થા ન હોવાને કારણે અત્યારે કન્યાવિક્રય, વરવિક્રય, બાલવિવાહ, વૃદ્ધવિવાહ, અનમેલવિવાહ થાય છે. એટલું જ નહિ પણ આ કુળનાશક વિવાહમાં ઘણું આંધળું ખર્ચ પણ થાય છે. અત્યારે સમાજની જે અદશા જોવામાં આવે છે તેનું મૂળ કારણ શોધશું તે સ્પષ્ટ જણાશે કે યોગ્ય કુળસ્થવિર ન હેવાને કારણે જ કન્યાવિક્રય, બાલવિવાહ, વૃદ્ધવિવાહ આદિ રાક્ષસી રીતરિવાજે જીવી રહ્યાં છે, અને બીજાં નવા રીતરિવાજો પેદા થતા જાય છે કે જેથી કુળધર્મને નાશ થાય છે.
આજે કુળસ્થવિરના અભાવે દરેક કુળમાં ખેટાં ખર્ચે, ખેટાં . વ્યવહાર, અને બહારનાં આડંબર વધતાં જોવામાં આવે છે અને એ જ કારણે પહેલાં બે કે ત્રણ રૂપિયામાં વિવાહને ખર્ચ થતો હતો તે કુળવ્યવસ્થા ન હોવાને કારણે અત્યારે બે હજાર કે ત્રણ હજાર જેટલે ખર્ચ કરવા છતાં વિવાહનું કામ બરાબર પાર પડતું નથી. કુળમાં, ખાટાં ખર્ચે વધવાને કારણે સમાજમાં અત્યધિક બેકારી વધી છે. અને આજે સમાજને માટે સાધારણ વર્ગ ગરીબ હેવાને કારણે વિવાહને મેટે ખર્ચ ઉપાડી શકતો ન હોવાથી તેને અવિવાહિત રહેવું પડે છે. આ પ્રમાણે ફરજીયાત રહેવું પડતું અવિવાહિત જીવન ભ્રષ્ટ થયા વિના રહેતું નથી અને પરિણામે સમાજમાં પાપાચાર વધે છે. આ પાપાચાનું દુષ્પરિણામ સમાજ અને કુળને સહેવું પડે છે. - જે કુળની બરાબર વ્યવસ્થા હોય તે કુળમાં બાલવિવાહ, વૃદ્ધવિવાહ, અનમેલવિવાહ કેમ થઈ શકે? કુળને ઉજાળનાર કુળસ્થવિર હેય તે કુળમાં હજારો રૂપિયાનું પાણી કરી વિલાસિતાનાં બીજ રોપે એવાં વેશ્યાવૃત્ય, રંડીનાચ જેવાં કોંગા રીતરિવાજે કેમ