________________
(૫) કુળસ્થવિર
[૪-૪] ભારતવર્ષ એક મેટે દેશ છે એટલે અહીં હમેશાં વિભાજિત શાસનપ્રણાલી ચાલતી આવી છે. એક જ શાસક બધાં કાર્યોને ઠીક રીતિએ પાર પાડી શકે નહિ એ દૃષ્ટિએ શાસ્ત્રમાં કુલધર્મ અને તેની વ્યવસ્થા કરનાર કુલસ્થવિરની વ્યાખ્યા કરવામાં આવી છે.
કુલસ્થવિર બે પ્રકારના છે. એક લૌકિક કુલસ્થવિર અને બીજા લકત્તર કુળસ્થવિર.
લૌકિક કુળધર્મની જે સમુચિત વ્યવસ્થા કરે છે એટલે કેવાં કાર્યો કરવાથી કુળની ઉન્નતિ થાય છે અને કેવાં કાર્યો કરવાથી કુળનું પતન થશે એ વાતને પૂર્વાપર વિચાર કરનાર કુળસ્થવિર કહેવાય છે. જે સાચે કુળસ્થવિર હોય છે તે કુળધર્મની રક્ષા માટે પ્રાણ પણ અપી દે છે પણ કુળને કલંક લગાડવા દેતા નથી. કુળસ્થવિર કુળને ઉજાળનાર સાચો કુળદીવો હોય છે.
જેમ દીવે પોતે બળે અને બીજાને બાળે નહિ પણ પિતાના પ્રકાશથી બધાંને ઉજાળે છે તેમ જે કુળનાં દરેક પ્રકારનાં દુઃખ