________________
પ્રશાસ્તાસ્થવિર
૨૦૯
અત્યારે શહેરામાં બાળા–કન્યાઓને જે શિક્ષા આપવામાં આવે છે તે શિક્ષા જીવનવિકાસની નહિ પણ જીવનવિકારની આપવામાં આવે છે. આજે સ્ત્રીશિક્ષામાં વિલાસિતાએ પગપેસારા કરી શિક્ષાને હેતુ હણી નાંખ્યા છે. આજે શિક્ષિત થએલી કન્યા સેવાની મૂર્તિ અનવાને બદલે વિલાસિતાની મૂર્તિ ખની જાય છે. એનુ પ્રધાન કારણ પણ સ્ત્રીશિક્ષાની દુર્દશા જ છે. પ્રાચીન સમયમાં સ્ત્રીશિક્ષા ન હતી એમ ન હતું. તે વખતે પણ સ્ત્રી સ્ત્રીશિક્ષા પ્રાપ્ત કરી ‘ પંડિતા ’ ખનીજીવનવ્યવહાર સુંદર ચલાવતી અને આદર્શો દંપતીજીવનને મેધપાઠ સર્વને આપતી; એટલું જ નહિ પણ મોટા મેટાપડિતાના શાસ્ત્રાર્થીમાં ‘ નિર્ણાયિકા ' બનવા જેટલી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરતી. સાંભ ળવામાં આવે છે કે મંડનમિશ્ર અને શંકરાચાયના શાસ્ત્રામાં મંડનમિશ્રની પત્ની ભારતી ‘નિર્ણાયિકા’ બની હતી. અને ઘણા દિવસેા સુધી બન્નેને શાસ્ત્રાર્થ સાંભળી તેણીએ એવા નિર્ણય આપ્યા હતા કે, ‘શંકરાચા` જીત્યા અને મારા પતિદેવ હાર્યાં.’ તે વખતની સ્ત્રીઓમાં વિનીતતા અને પ્રામાણિતા કેટલી બધી હતી તે ઉપરના દૃષ્ટાન્ત ઉપરથી સહેજે સમજી શકાય એમ છે.
આજે સ્ત્રીઓ થાકું ધણું વાંચતાં-લખતાં શીખી લે છે ત્યાં તે તે ખાવાપીવામાં, રહેલીકરણીમાં, પહેરવેશમાં પરિવર્તન કરી નાંખે છે અને પોતે બહુ જ શિક્ષિત છે એમ જનસમાજને બતાવવા માટે વિદેશી વનિતાની માફક વિલાસિતા અને ફેન્સી રીતરિવાજમાં તણાઈ જાય છે. અંધ અનુકરણવૃત્તિ એ શિક્ષાનું દુષ્પરિણામ છે.
દામ્પત્યજીવનને સુખમય બનાવવા સ્ત્રીએ સ્નેહસદ્ભાવ, સાદગી, નમ્રતા, સંસ્કારિતા આદિ સદ્ગુણાને કળવવાં જોઈએ. આપણી પ્રાચીન સંસ્કૃતિ સ્ત્રીજાતિને સ'સ્કાર અને શિક્ષણુદ્વારા સ્ત્રીજીવનને સુખમય બનાવવાની હિતસલાહ આપે છે. આજે પાશ્ચાત્ય શિક્ષણસંસ્કૃતિએ આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિને આદર્શ હણી નાંખ્યા છે અને તેને સ્થાને સ્ત્રીજાતિને સ્ત્રીધર્મનુ શિક્ષણ
૧૪