________________
પ્રશાસ્તાવિ
૨૦૭
ચત્ર નાર્યસ્તુ પૂન્યન્તે રમન્ને સત્ર વતાઃ-જ્યાં નારી જાતિની પૂજા થાય છે ત્યાં દેવતાએ રમે છે. એ ઋષિવચન પાછળ સ્ત્રીજાતિને સન્માન આપવાની જે ઉન્નત ભાવના રહેલી છે તે ભાવનાને મૂ સ્વરૂપ આપવાની પ્રત્યેક રાષ્ટ્રપ્રેમીની પવિત્ર ફરજ છે.
સ્ત્રી અને પુરુષ એ બન્ને જીવનરથના ચક્રો છે. એ બન્ને ચામાંથી કાઈ પણ ચક્ર અસમાન, ભાંગેલું કે તૂટેલું હાય તા જીવનરથ આગળ ચાલી ન શકે. અત્યારે આપણા વ્યવહાર–જીવનમાં જે અસમાનતા જોવામાં આવે છે તેનું પ્રધાન કારણ જીવનરથના અને ચઢ્ઢા અસમાન છે.
જેમ પુરુષ જાતિને શિક્ષાદીક્ષા આપવા માટે સમુચિત વ્યવસ્થા કરવામાં આવે છે. તેમ સ્ત્રીજાતિને માટે પણ શિક્ષાદીક્ષા આપવા માટે યાગ્ય વ્યવસ્થા કરવી આવશ્યક છે.
આજની ખાળિકાએ ભવિષ્યની માતાઓ છે. રાષ્ટ્રાારમાં માતાનું સ્થાન કેટલું બધું મહત્ત્વનું છે એ કહેવાની હવે જરૂર નથી. જે ભવિષ્યની માતા ખનવાની છે તે આજની ખાળિકાને કેવી શિક્ષા આપવી જોઈએ એ વિષે વિચાર કરવાનું કામ પ્રશાસ્તાસ્થવિરનું છે. બાળાને શિવણુ–ગૂંથણુ, ભરતકામ, અક્ષરજ્ઞાન, ભાષાજ્ઞાન, વ્યવહારજ્ઞાન આપવાની આવશ્યકતા છે તેથી વિશેષ પાકવિદ્યા બાળઉછેર, બાળપાષણ આદિનું સક્રિય જ્ઞાન આપવાની અતિ આવશ્યકતા છે. સ્ત્રીજાતિમાં સહિષ્ણુતા, કામળતા અને સેવા એ ગુણા પ્રાકૃતિક હેાય છે. આ ગુણાને વિકસાવવાની તક આપી એ ગુણાના માનવજાતિના વિકાસમાં સદુપયેાગ કરવા એ પ્રશાસ્તાસ્થવિરનું કવ્ય છે.
સ્ત્રીશક્તિ એ જગતને જીતવાની મહાશક્તિ છે. આ શક્તિના સદુપયેાગ કરવામાં આવે તેા જગત માત્રનું કલ્યાણ થઈ શકે. પણ જ્યાંસુધી નારીજાગરણ ન થાય ત્યાંસુધી રાષ્ટ્રાદ્ધાર પણુ થઈ ન