________________
૨૦૮
ધર્મ અને ધર્મનાયક શકે. જે મહાશક્તિ આખા રાષ્ટ્રને ઉદ્ધાર કરી શકે એમ છે એ શક્તિને ગોંધી નાંખવાથી ઉદ્ધાર થવાને બદલે કેટલે અધઃપાત થાય છે તે આજનું સ્ત્રી જીવન જેવાથી સ્પષ્ટ જણાય છે. આજનું સ્ત્રીજીવન પુરુષોના પિલાદી પંજાથી પામર બન્યું છે. જાણે પુરુષની વાસના તૃપ્ત કરવાનું કેવળ એક જીવતું પુતળું ન હોય તેવું સ્ત્રીજીવન બની ગયું છે અને સ્ત્રી જીવનનું તેજ સામાજિક રૂઢિઓના અંધકારમાં છપાઈ ગયું છે. સ્ત્રી જાતિમાં પણ પુરુષ જેટલી બુદ્ધિ, શક્તિ અને તેજસ્વિતા રહેલી છે. જેનસૂત્રોમાં સ્ત્રી જાતિએ બતાવેલાં ત્યાગ અને સેવાનાં આદર્શ દષ્ટાન્ત નેંધાયેલાં છે. સ્ત્રી જાતિની ઉપેક્ષા કરીને કોઈ પણ રાષ્ટ્ર સમુન્નત બની શકયો નથી અને બની પણ શકે નહિ. સ્ત્રી જાતિને સહકાર સાધીને જ પુરુષજાતિ પિતાનું અને પરનું હિત સાધી શકે. સ્ત્રી જાતિની શક્તિને વિકસાવવાનાં દરેક પ્રકારનાં સાધનો પૂરા પાડવાં અને સ્ત્રીશક્તિને રાષ્ટ્રોદ્ધારમાં સદુપયોગ કરવો એ પ્રશાસ્તાસ્થવિરનું કર્તવ્ય છે.
આજે જ્યારે સ્ત્રી જાતિની હીનાવસ્થા ઉપર દષ્ટિપાત કરીએ છીએ ત્યારે કોઈ પણ રાષ્ટ્રપ્રેમીને દુખ થયા વિના ન રહે ! સ્ત્રી જાતિની આ હીનાવસ્થાનું મુખ્ય કારણ તપાસીશું તે સ્પષ્ટ જણાશે કે, સ્ત્રી જાતિને જોઈએ તેવી શિક્ષાદીક્ષા આપવાનો પ્રબંધ કરવામાં આવ્યા નથી.
બાળાઓ-કુમારિકાઓ માટે ભલે શહેરમાં શિક્ષા આપવાની થેડી ઘણી વ્યવસ્થા હેય પણ ગામડામાં કે જ્યાં સ્ત્રી જાતિનું સેવા પર જીવન ટકી રહ્યું છે ત્યાં બાળા-કુમારિકા માટે શિક્ષાની કશી વ્યવસ્થા હોતી નથી. અને આ જ કારણને લીધે સ્ત્રીઓ એક ગામથી બીજે ગામ એકલી જઈ શકતી નથી એટલું જ નહિ પણ નાના કાર્યથી લઈ મોટા કાર્ય સુધી તે પુરુષજાતિની અપેક્ષા રાખે છે અને બીજાનું મુખ તાકી બેસી રહે છે. સ્ત્રીઓને કેવળ અક્ષરજ્ઞાન, ભાષાજ્ઞાન જ આપવા કરતાં, સાથે દરેક પ્રકારનું વ્યાવહારિક જ્ઞાન અવસ્ય અપાવું જોઈએ.