________________
૧૪૮
ધમ અને ધનાયક સમજ હતો કે “સત્ય અને ન્યાયને જ આખરે જય છે.” તે સત્યમાર્ગ ઉપર નિશ્ચલ ઊભો રહ્યો. મગધનરેશે મઘાને કહ્યું કે હે મા ! ‘તું રાજ્યવિદ્રોહી કાર્ય છેડી દે અને સુખશાન્તિપૂર્વક ગામમાં રહે.” મળે મગધનરેશની આવી વાત સાંભળી આશ્ચર્યચકિત થયો. મધાને સ્પષ્ટ લાગ્યું કે તે જે કાંઈ પ્રવૃત્તિ કરી રહ્યો છે તેમાં રાજ્યવિદ્રોહી જેવું કશું કામ નથી ઊલટું રાજ્યનું કર્તવ્ય પિતે કરી રહ્યો છે, એટલે તેણે મગધનરેશને નમ્રતાપૂર્વક કહ્યું કે “ મહારાજ ! હું જે કાંઈ પ્રવૃત્તિ કરી રહ્યો છું તેમાં રાજ્યવિદ્રોહની ગંધ સુદ્ધાં નથી. હું તે રાજ્યસુધારનું કામ કરી રહ્યો છું. બાકી આપને જે હું રાજ્યવિદ્રોહી જણાતો હોઉં તે આપની આજ્ઞા પણ માથે ચડાવવા તૈયાર છું.” મગધનરેશે મઘાની આ વાત ઘણી જ શાન્તિપૂર્વક સાંભળી. અને કહ્યું કે “મઘા ! તું આખા દિવસમાં પ્રવૃત્તિ શું કરે છે ! હું તે જાણવા ચાહું છું.”
મઘાએ પિતાના આખા દિવસની દિનચર્યા કહી સંભળાવી. મગધનરેશે મવાની દિનચર્યા અને પ્રવૃત્તિ સાંભળી રહ્યા બાદ ગામના લોકેને પૂછયું કે “પ્રજાજને! મઘાની આ પ્રવૃત્તિથી તમને શું લાભ, ગેરલાભ થયે તે જાણવા ચાહું છું.”
પ્રજાજનોએ જવાબ આપ્યો કે “મહારાજ ! માની આ સત્યપ્રવૃત્તિથી આખા ગામમાં કઈ શરાબી, જુગારી, દુરાચારી રહ્યું નથી અને બાળકો, યુવાનો, સ્ત્રીઓ, વૃદ્ધો બધાંને સત્પથે ચડાવી આખા ગામમાં સુખશાન્તિ ફેલાવી છે. અમે મઘાના સત્કાર્યથી ઘણું જ સંતુષ્ઠ થયા છીએ. ખરેખર મળે અમારે સાચો નાયક છે. અમારે માટે તે તે પૂજનીય છે.” | મગધનરેશ મઘાની આટલી બધી પ્રશંસા પ્રજાજનો પાસેથી સાંભળી ઘણે જ આનંદિત થયે. મહારાજે દારૂ વેચનારાઓ તથા રાજ્યાધિકારીઓને બોલાવી પૂછ્યું કે, તમે જે બધાને રાજ્યવિદ્રોહી