________________
ર૦૧
પ્રશાસ્તાસ્થવિર પ્રશાસ્તાઓનું ચોથું કર્તવ્ય એ છે કે, વ્યાવહારિક શિક્ષાની સાથે આધ્યાત્મિક-ધાર્મિક શિક્ષાનો પણ પ્રબંધ કરે જોઈએ. કારણકે જીવનના વ્યાવહારિક કાર્યને શ્રમ હલકો કરવા માટે આખ્યાત્મિક શક્તિ મેળવવાની જરૂર રહે છે. અને આત્મિક શાન્તિ ધાર્મિક શિક્ષણદ્વારા મળે છે. માટે બાળક-બાલિકાઓનાં ધાર્મિક સંસ્કાર દઢ કરવા માટે ધર્મશિક્ષણની સમુચિત વ્યવસ્થા કરવી જોઈએ.
પ્રશાસ્તાઓનું પાંચમું કર્તવ્ય એ છે કે, શિક્ષાદીક્ષા આપવામાં જે કઈ પ્રકારને જાતિભેદ કે વર્ણભેદને સામાજિક અંતરાય હેય તેને દૂર કરવો જોઈએ. કારણકે જાતિભેદ કે વર્ણભેદ એ બધાં શિક્ષાનાં બાધક તો છે. - પ્રશાસ્તાઓનું છતું કર્તવ્ય એ છે કે, શિક્ષાદીક્ષા આપવામાં ભય, તર્જના કે મારકૂટને જરાપણ સ્થાન આપવું ન જોઈએ, કારણકે ભયભીત થએલો કે હતોત્સાહ થએલે શિક્ષાથી શિક્ષા ગ્રહણ કરી શકતું નથી અને કદાચ જે શિક્ષા ગ્રહણ કરી શકે છે તે ભયના ભૂતથી ડરી જઈ ભૂલી જાય છે. માટે શિક્ષાથીઓના હિત માટે પણ ભયનો શિક્ષાક્ષેત્રમાંથી બહિષ્કાર કરે જઈએ.
પ્રશાસ્તાઓનું સાતમું કર્તવ્ય એ છે કે, શિક્ષાદીક્ષા મેળવતાં બાળકો જે કામદીપન કરનારાં સાધનને ઉપયોગ કરતા થઈ જાય છે અને એ રીતે શિક્ષાપ્રાપ્તિમાં બાળકોને જે મટે અંતરાય ઉભો થાય છે તે કામોત્તેજક સાધનોને દૂર કરી કામશામક સાધન વ્યવહાર વિદ્યાર્થીઓમાં શરુ કરાવવો જોઈએ. કામવૃત્તિના પ્રવાહમાં શિક્ષાને પ્રાણ તણુઈ ન જાય એ વિષે પ્રશાસ્તાઓએ સતર્ક થઈ
ધ્યાન આપવું જોઈએ. - પ્રશાસ્તાઓનું આઠમું કર્તવ્ય એ છે કે, વિદ્યાર્થીઓને ભણવામાં– સમજવામાં-યાદ કરવામાં સુગમ, સરલ અને બેધદાયક હોય તેવાં