________________
પ્રશાસ્તાસ્થવિર
૨૦૩ ઊગતી પ્રજાને પોતાના દેશ પ્રતિ શ્રદ્ધાભાવ પેદા થાય તેવી શિક્ષાપ્રણાલી હોવી જોઈએ. દેશદેશાન્તનાં ઇતિહાસ ગેખાવવામાં આવે અને પિતાના દેશના અને પિતાના ગામના ઇતિહાસની કશી ખબર ન હોય એ શિક્ષાપ્રણાલીનું દૂષણ છે. રાષ્ટ્રહિત સાધનારી જે શિક્ષા હોય તે જ વાસ્તવમાં શિક્ષા છે. રાષ્ટ્રન્નતિ પણ શિક્ષા ઉપર જ આધાર રાખે છે. જે શિક્ષા રાષ્ટ્રહિત ન સાધે તે કાંઈ શિક્ષા છે?
અત્યારે ભારત દેશમાં શિક્ષાશૈલી અને શિક્ષાપ્રણાલી એટલી બધી દૂષિત છે કે ઊગતી પ્રજામાં રાષ્ટ્રીય ભાવના જ નષ્ટ થઈ જાય છે. શિક્ષણશાળાના અધિકારીઓ પણ એ જ ચાહે છે કે ઊગતી પ્રજા પરદેશી જીવન ગાળે અને રાષ્ટ્રીય ભાવનાથી ભીના ન થાય. અને આ હેતુને બર લાવવા માટે શિક્ષણશાળાના અધિકારીઓ રાષ્ટ્રીય ભાવનાને પિષે એવું શિક્ષણ ન આપતાં પરદેશના જ ગુણગાન ગાવામાં પિતાનું ગૌરવ માને છે, ખરેખર રાષ્ટ્ર માટે આ દુર્ભાગ્યનો વિષય છે. જે ભવિષ્યમાં ભારતના ભાગ્યવિધાતાએ બનવાના છે તેમને રાષ્ટ્રીય ભાવનાથી મુક્ત રાખવાનું જે શિક્ષણ આપવામાં આવે છે તે વાસ્તવમાં શિક્ષણ જ નથી. એ તે ઊગતી પ્રજાને ગુલામીની બેડીમાં. જકડાવવાની જાળ છે. આ જાળને તોડીફાડી ફેંકી દેવાનું કામ પ્રશાસ્તાસ્થવિરનું છે. જે વિદેશીઓ, જે દેશને પિતાના પગ તળે દબાવવા ચાહે છે ભલા! તે દેશને તેઓ રાષ્ટ્રીય શિક્ષા શા માટે આપે ! તેઓ જે ધ્યેય માટે ભારતમાં આવ્યા છે તે ધ્યેયની પૂર્તિ માટે ગુલામી શિક્ષા આપે એમાં શું આશ્ચર્ય ?
પહેલાં આખા ભારતવર્ષમાં ઊગતી પ્રજાને રાષ્ટ્રીય શિક્ષા આપવામાં આવતી હતી એ કારણે રાષ્ટ્રનું મસ્તક ઊંચું રહેતું હતું. અને જનતા પણ સુખશાન્તિમાં રહેતી હતી.
તાપહેલાના વ્યાપારીઓની પાસે એટલી ધનસંપત્તિ ન હતી જેટલી આજે છે. મારવાડ પ્રાન્તમાં હજારે લખપતિ રહે છે