________________
૨૨
ધર્મ અને ધર્મ નાયક રાષ્ટ્રભાષામાં લખાએલાં પાઠયપુસ્તકધારા શિક્ષણ આપવાનો પ્રબંધ કરવા જોઈએ. જેથી થડા સમયમાં જ્ઞાનનો લાભ વિદ્યાર્થીઓને વિશેષ મળે.
- પ્રશાસ્તાઓનું નવમું કર્તવ્ય એ છે કે, વિદ્યાર્થીઓના મગજને કેરી ખાઈ જાય એવું પોપટીયું શિક્ષણ આપવું ન જોઈએ. પણ તર્કશક્તિ અને અવલોકનશક્તિ વધે અને સાથેસાથે વિષયનું જ્ઞાન થાય તેવીરીતે શિક્ષા આપવાને પ્રબંધ કરવું જોઈએ.
પ્રશાસ્તાઓનું દશમું કર્તવ્ય એ છે કે, વિદ્યાથીઓને પિતાના રાષ્ટ્ર, રાષ્ટ્રધર્મ, રાષ્ટ્રનેતા પ્રત્યે સન્માન ઊપજે, પિતાની માતૃભૂમિ. પ્રત્યે, પિતાના સમાજ પ્રત્યે, પિતાના ધર્મ પ્રત્યે પિતાની શી ફરજ છે તેનું ભાન પ્રગટે અને રાષ્ટ્ર, સમાજ અને ધર્મની રક્ષા અને સેવાર્થે તેમણે કેટલી સહિષ્ણુતા, ત્યાગભાવના કેળવવાની છે તેનું જ્ઞાન આપવાને પ્રબંધ કરવો જોઈએ.
પ્રશાસ્તાઓનું અગિયારમું કર્તવ્ય એ છે કે, વિદ્યાર્થીની કયા વિષયમાં વિશેષ રુચિ છે અને એનું માનસિક વલણ કયા વિષય તરફ ઢળેલું છે એ વિષે બરાબર તપાસ કરી તેને તે વિષય મુખ્ય આપી, બાકીના વિષયને ગૌણ બનાવી તેમાં પારંગત બનાવો જોઈએ. આ પ્રમાણે એક એક વિષયમાં વિદ્યાર્થીને વિશારદ બનાવવો અને અન્ય વિષયમાં રસ લેતે કરવો એ આવશ્યક છે. આવી શિક્ષાવૈજનાથી વિદ્યાર્થીઓનો જીવનવ્યવહાર સુંદર રીતે ચાલી શકશે એમ લાગે છે.
સંક્ષેપમાં કુમાર-કુમારીઓને કેવી શિક્ષા ક્યારે અને કઈ રીતે આપવી જોઈએ? કેવા શિક્ષકે કેવી ગ્યતાવાળા હેવા જોઈએ? તે વિષે પૂર્વાપર સૂમ વિચાર કરવાનું કામ પ્રશાસ્તાઓનું છે.
પ્રશાસ્તા-સ્થવિર ઉપર આખા રાષ્ટ્ર, સમાજ અને ધર્મની કેટલી ગંભીર જવાબદારી રહેલી છે તેનું ભાન તેમને સતત રહેવું જોઈએ.