________________
૨૦૦
ધર્મ અને ધર્મનાયક યુવાનને યુવાને પગી, પ્રૌઢને પ્રોઢ પગી અને વૃદ્ધોને વૃદ્ધોપયોગી તથા બાળાઓને બાળોપયોગી, કન્યાઓને કપયોગી, યુવતીઓને યુવતી–ઉપયોગી, પ્રૌઢાઓને પ્રોઢ-ઉપયોગી અને વૃદ્ધાઓને વૃદ્ધાઉપયેગી શિક્ષાદીક્ષા આપવી, શિક્ષણની સાધનસામગ્રી પૂરી પાડવી અને બધી પ્રકારની શિક્ષાની સમુચિત વ્યવસ્થા કરી આપવી એ વિષે પ્રશાસ્તાસ્થવિરે ખાસ ધ્યાન આપવાની જરૂર છે; કારણકે જે બાળકને યુવાને પગી, યુવાનોને કિશોપયોગી, કુમારને વૃદ્ધોપયોગી અને વૃદ્ધોને બાળપયોગી શિક્ષા અને બાળાઓને યુવતી–ઉપયોગી, યુવતીઓને વૃદ્ધા-ઉપયોગી કે પ્રૌઢાઓને કુમારી-ઉપગી આ પ્રમાણે યોગ્યતાનુસાર શિક્ષાનું વિભાજન ન કરતાં બધાને એક જ શિક્ષાપ્રણાલીએ શિક્ષાદીક્ષા આપવામાં આવે તે શિક્ષામાં મેટે વિસંવાદ ઉભો થઈ જશે અને શિક્ષણનું સુંદર પરિણામ આવવાને બદલે અનિષ્ટ પરિણામ આવવાને પૂરેપૂરો સંભવ રહેશે શિક્ષણમાં જરા પણ વિસંવાદ ન આવે એ રીતે યોગ્યતાનુસાર શિક્ષાનું વિભાજન કરવું એ પ્રશાસ્તાઓનું મુખ્ય કર્તવ્ય છે.
પ્રશાસ્તાઓનું બીજું મહત્ત્વનું કર્તવ્ય એ છે કે જેમ ઊગતી પ્રજાને માનસિક અને ધાર્મિક શિક્ષા આપવી જરૂરી છે તેમ તેમને શારીરિક-વાચસિક, ઔદ્યોગિક શિક્ષા પણ અવશ્ય આપવી જોઈએ. કેવળ માનસિક શિક્ષા આપવાથી શારીરિક અને વાચસિક શક્તિ વિકસિત થઈ શકતી નથી અને તેથી માનસિક શિક્ષા ફળતી પણ નથી.
પ્રશાસ્તાઓનું ત્રીજું કર્તવ્ય એ છે કે, કુમાર-કુમારિકાઓને, બૌદ્ધિક શિક્ષાની સાથે ઔદ્યોગિક-શિક્ષા આપવાને પણ પ્રબંધ કરે જોઈએ. કારણકે બૌદ્ધિક શિક્ષા અને આદ્યોગિક શિક્ષાને જ્યારે સુમેળ મળશે ત્યારે શિક્ષાને વાસ્તવિક ઉદ્દેશ પાર પડશે. કેવળ બૌદ્ધિક શિક્ષા આપવાથી શિક્ષા એકાંગી-પાંગળી બની જશે. શિક્ષાનાં પ્રત્યેક અંગે સર્વાંગસંપૂર્ણ હેવાં જોઈએ.