________________
પ્રશાસ્તાસ્થવિર
૧૯૯
પ્રયત્ન કરવા જોઈ એ. એમ કરવામાં જ તેના ભાવિજીવનને ભાગ્યેાધ્ય રહેલા છે.
બાળકાને ભાવિજીવન સુખમય બનાવવા માટે જેમ વ્યાવહારિક શિક્ષા આપવી જરૂરી છે તેથી વિશેષ ધાર્મિક શિક્ષણને મહત્ત્વનુ સ્થાન આપવાની જરૂર છે. કારણકે જીવનમાં જેટલું પ્રવૃત્તિનુ સ્થાન છે તેથી વિશેષ નિવૃત્તિનું સ્થાન છે. કારણ કે વનનું અંતિમ ધ્યેય તેા નિવૃત્તિ છે. નિવૃત્તિધર્મ'ની શિક્ષાદીક્ષા લેવા માટે ધર્માશિક્ષકા પાસે જઈ ધર્મશિક્ષા બાળકાએ લેવી જોઈએ; અને નિવૃત્તિશિક્ષાનું અક્ષરજ્ઞાન મેળવવા માટે બાળપણથી ધર્મ સ્થાનકામાં ધર્મ ગુરુએ પાસે ધર્માંશ્રવણુ કરવા જવાના અભ્યાસ પાડવા જોઈ એ.
માતાપિતાના, શિક્ષકના કે ધર્માશિક્ષકાના જે શિક્ષણસ સ્કાર બાળપણમાં દૃઢ થાય છે તે મેાટી ઉંમરે દૃઢ થતા નથી અને તે માટે જ ધર્મીસ ંસ્કારો કેળવવા માટે ધર્માશિક્ષણની અનિવાર્ય આવ શ્યક્તા રહે છે. રાષ્ટ્રની ભાવિ પ્રજામાં બાળક–બાળિકા, કુમાર– કુમારિકા, પુત્ર-પુત્રીને સમાવેશ થાય છે. જેમ અત્યારે દળક–કુમાર પુત્રાને વ્યાવહારિક શિક્ષણ તેમજ ધાર્મિક શિક્ષણ જીવનસુધાર માટે આપવાની આવશ્યકતા જણુાય છે. તેમ માળિકા, કન્યા, કુમારી, પુત્રી માટે પણ વ્યાવહારિક તેમજ ધાર્મિક શિક્ષણુની વ્યવસ્થા કરવી જોઈએ. પુત્ર અને કન્યા વચ્ચે અંતર રાખવું ન જોઈ એ. જે માતાપિતા, જે શિક્ષકા પુત્ર અને પુત્રી, બાળક અને બાળિકા વચ્ચે શિક્ષાદીક્ષાના વિષયમાં ભેદભાવ રાખે છે, ઉંચી-નીચી દૃષ્ટિએ જુએ છે તે પ્રશાસ્તા તરીકે પેાતાની ફરજ બરાબર બજાવી શકતા નથી.
અવશ્ય
શિક્ષાનુ ચેાગ્યતાનુસાર વિભાજન કરવું અને શિક્ષાના વિપર્યાસ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું એ પ્રશાસ્તાસ્થવિરનું મુખ્ય કર્ત્તવ્ય છે. ખાળકાને બાળાપયાગી, કુમારાને કુમારાપયાગી, કિશારાને કિશારાપયેાગી,