________________
પ્રશાસ્તાસ્થવિર
૧૯૭ છે. આ રીતે બાળકની આખી જીંદગી બરબાદ જાય છે. શું આ બધું હિંસારૂપ નથી?
આવેશને અંકુશમાં રાખ, બાળકની પરિસ્થિતિ સમજવી અને તેની મને દશાને અભ્યાસ કરી તેને સુધારવા ઘરમાં સુંદર વાતાવરણ ઊભું કરવું જેથી માતાપિતા અને બાળક એ બધાં શક્તિથી જીવનને વિકાસ કરી શકે અને નિશ્ચિત ધ્યેયને પણ પાર પાડી શકે; પણ ઘણાખરા માતાપિતા પિતાની ભૂલને લીધે એવું નથી કરી શક્તા એટલે જ તેઓ ડરામણી અને મારફાડના પ્રયોગથી ટેવાએલા હોય છે. તેઓ ડરાવવું એ પણ હિંસા છે, શાસ્ત્રના આ વાકયથી બરાબર સમજી લે કે તેમની પ્રવૃત્તિ ચોકખી હિંસારૂપ છે, અને તેથી તેમને કે બાળકને વિકાસ થવાનો સંભવ નથી. આજે એવાં અનેક ઉદાહરણો આપણી સામે દિનપ્રતિદિન આવ્યાં કરે છે, જેમાં માણસેએ માત્ર ભયને લીધે પિતાના પ્રાણ ગુમાવ્યાં હેય. જેનધર્મ ભયથી મુક્ત થઈ નિર્ભય બનવાને અને બનાવવાને ઉપદેશ આપે છે.
બીવડાવનાર કે બીનારના અંતરંગ કે બહિરંગ મર્મ ઉપર ભય આમ અનેકરીતે ઘા કરે છે. માટે હવે ભય એ હિંસારૂપ છે કે કેમ એ પ્રશ્ન જ ઊઠત નથી.
જે પ્રાણી આત્મગુણને ઘાત થાય એવી પ્રવૃત્તિ કરે તેને જેનાગમ હિંસક કહે છે.
શાસ્ત્રકારોએ ભયને મેહનું સ્વરૂપ બતાવીને ભાવહિંસાની કેટીને તે બતાવે જ છે અને ઉપર્યુક્ત રીતે તે દ્રવ્ય હિંસા-ધૂલ હિંસાની પણ જનક છે. માટે ભય હિંસારૂપ છે કે નહિ તે વાચકે પોતે જ વિચારી લેશે. - માતાપિતાએ બાળકે પ્રત્યે કેટલી કાળજી રાખવી જોઈએ તે વિષે આપણે આગળ જોઈ ગયા.