________________
શાસ્તાસ્થવિર
૧૯૫
બાળકોને માતાપિતાદ્વારા જે શિક્ષણ આપવામાં આવે છે તે ખાલ્યજીવનનું ભાવિ ઘડનારું હોવાથી ઘણું જ મહત્ત્વનું છે.
બાલ્યજીવનમાં બાળકોના માતાપિતા જ સાચા પ્રશાસ્તા–શિક્ષકો છે. કારણ કે પાઠયપુસ્તકોઠારા, શિક્ષકોદ્વારા કે ધર્મગુરુદ્વારા જે શિક્ષણ અને સંસ્કારા કેળવવામાં આવે છે તે શિક્ષણ અને સ`સ્કાર ખાળમાનસને એટલાં બધાં જીવનસ્પશી નથી હાતાં જેટલાં માતાપિતાનાં કે ધરનાં શિક્ષણસ ́સ્કારા જીવનસ્પર્શી હેાય છે; એવું અનુભવીઓનું કથન છે.
બાળમાનસ એટલું બધું નિર્મળ હાય છે કે જેવાં શિક્ષણુ અને સંસ્કારે આપણે તેનામાં રેડવા ચાહિયે છીએ તેવાં રેડી શકીએ છીએ.
બાળજીવનમાં શિક્ષણ અને સંસ્કારા કેળવવા માટે ઘર એ જ પાઠયપુસ્તક છે. માતાપિતા જ તેના સાચા સદ્ગુરુ છે અને સારાં આચારવિચારા જ તેનું સાચું શિક્ષણ છે. ગૃહજીવનમાં જેવા નીતિનિયમા, સત્તા, ધાર્મિક-વિચારા માતાપિતા સાચવશે તેવા સંસ્કાર આળજીવનમાં અવશ્ય ઊતરવાના. ઊગતી પ્રજાનું જીવન વધુ સંસ્કારી અને તેની બધી જવાબદારી માતાપિતા ઉપર છે.
માતાપિતા સે। શિક્ષકોની ગરજ સારે છે આ આ વચન જેટલું સત્ય છે તેટલું તે આદરણીય અને આચરણીય છે. માતાપિતા સર્વપ્રથમ શિક્ષિત અને સંસ્કારી હાય । જ તેની પ્રજા પણ તેવી ખની શકે છે. એટલે ઊગતી પ્રજામાં સતશિક્ષણ અને સત્સંસ્કાર ઊતારવા માટે માતાપિતાએ શિક્ષિત અને સંસ્કારી બનવું જરૂરી છે.
**
બાળકોનું જીવન અનુકરણુશીલ છે. તેઓ ખેલતાં–ચાલતાં, ખાતાં-પીતાં અને ખીજી બધી પ્રવૃત્તિઓમાં ઘરનું જ અને ખાસ કરીને માતાપિતાનું અનુકરણ કરી તે તે પ્રવૃત્તિએ શીખે છે. હવે જ્યારે આપણે તેમને સુસંસ્કારી, વિનયી, ધાર્મિક અને સદાચારી