________________
૧૮
ધર્મ અને ધમાં નાયક અત્યારે માતાપિતાએ સદ્દધર્મની ઉન્નત ભાવના કેળવવાની જરૂર છે. કારણ કે આપણે સામાજિક જીવનમાં જોઈ રહ્યા છીએ કે, આજના માતાપિતાનાં મન કામવાસનાથી વાસિત થએલાં છે, બન્નેનાં હૃદય પરસ્પર સકંકાસથી રંગાએલાં છે અને વાતવાતમાં તેઓ પરસ્પર અલિલ વાકપ્રહાર અથવા સમય મળે તે તાડનપ્રહાર પણ કરતા અચકાતા નથી ત્યાં ભલા ! શિક્ષણ અને સંસ્કારનું સંરક્ષણ ક્યાંથી થાય ?
જ્યાં સુધી માતાપિતાનું જીવન શિક્ષિત, સંસ્કારી અને આદર્શ ન બને ત્યાં સુધી સંસ્કારોનું સિંચન ઊગતી પ્રજામાં થાય તે માત્ર નિરાશાજનક છે. એટલા માટે અત્યારે માતાપિતાએ પિતાના તેમજ ભાવિ પ્રજાના કલ્યાણ માટે પોતાનું જીવન શિક્ષિત અને સંસ્કારી અવશ્ય બનાવવું જોઈએ.
માતાપિતાએ એ ભૂલી ન જવું જોઈએ કે ઊગતી પ્રજા એ ભવિષ્યની ભાગ્યવિધાત્રી છે. +
બાળકે જેમ મોટા થતા જાય છે તેમ તેમ વ્યાવહારિક તેમજ ધાર્મિક શિક્ષણ લેવાને તે યોગ્ય બનતા જાય છે. બાળકે ઘરની નિશાળ છેડી ગામની નિશાળમાં જાય છે અને ત્યાં અક્ષરજ્ઞાન મેળવે છે. એક બાજુ અક્ષરજ્ઞાન મેળવી બાળકે વ્યાવહારિક જ્ઞાન મેળવે છે ત્યારે બીજી બાજુ ધર્મસ્થાનકમાં ધર્મગુરુઓ દ્વારા નીતિશિક્ષણ અને ધર્મશિક્ષણની પ્રાપ્તિ કરે છે.
નિશાળમાં માતાપિતાનું સ્થાન શિક્ષકે લે છે. શિક્ષકેએ બાળકોને પિતાના પુત્રસમાન ગણી શિક્ષાદીક્ષા આપવી જોઈએ, એમાં જ શિક્ષકધર્મની સાર્થકતા રહેલી છે. બાળકે કિશોરકુમારઅવસ્થામાં શિક્ષાને સંચય કરવાનો હોય છે. કિશોર અને કુમારાવસ્થામાં શિક્ષાને જીવનમાં મૂર્ત સ્વરૂપ આપવાને પ્રત્યેક કુમારે + Child is the father of man.